National

એરો ઈન્ડિયા શોમાં જોવા મળી બજરંગબલીની ઝલક, એરફોર્સના એરક્રાફ્ટ લખ્યું હતું ધ સ્ટ્રોમ ઈઝ કમિંગ

બેંગલુરુઃ ભારતના ટેક સિટી અને કર્ણાટકની (Karnataka) રાજધાની બેંગલુરુના (Bangalore) આકાશમાં ભારતીય વાયુસેનાએ (Indian Air force) કરતવ કરી દુશ્મનો પર ધાક જમાવી દીધી છે. અહીં એરફોર્સ એરક્રાફ્ટ (Aircraft) , હેલિકોપ્ટર (Helicopter) અને ફાઈટર જેટ (Fighter jet) સહિતની સુરક્ષાની ઘણી તકનીકો પ્રદર્શિત કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે એરો ઈન્ડિયાની 14મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. ત્યારે ભારતીય સેનાના એરક્રાફ્ટ પર લોકોનું ધ્યાન આકર્ષિત થયું છે. આ પ્લેનની પાછળના ભાગમાં હનુમાનજીનું ચિત્ર કોતરવામાં આવ્યું છે. તેમજ લખ્યું છે ધ સ્ટ્રોમ ઈઝ કમિંગ.

હનુમાનજીના તસીવરવાળા પ્લેનની પાછળ લખ્યું છે, ‘ધ સ્ટ્રોમ ઈઝ કમિંગ’
આ બધાની વચ્ચે ભારતીય એરોનોટિક્સ લિમિટેડ દ્વારા વિકસિત સુપરસોનિક ટ્રેનર એરક્રાફ્ટે સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કરી હતું. આ ટ્રેનર એરક્રાફ્ટને HLFT-42 નામ આપવામાં આવ્યું છે. HAL આ ટ્રેનર એરક્રાફ્ટને આધુનિક ફાઇટર ટ્રેનર એરક્રાફ્ટ તરીકે રજૂ કરી રહ્યું છે. આ પ્લેનના પાછળના ભાગમાં હનુમાનજીનું ચિત્ર કોતરવામાં આવ્યું છે. હનુમાનજીની તસવીરની સાથે તેના પર ‘ધ સ્ટ્રોમ ઈઝ કમિંગ’ (તુફાન આવી રહ્યું છે) લખેલું છે. આ પ્લેન સમગ્ર શો દરમિયાન ચર્ચાનો વિષય બની રહે છે.

પીએમ મોદીએ શોનું ઉદ્ઘાટન કર્યું
આ પહેલા એરો ઈન્ડિયા શોનું ઉદ્ઘાટન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ શો અન્ય કારણોસર ખાસ છે. આ એર શો એવા રાજ્યમાં યોજાઈ રહ્યો છે જે ટેક્નોલોજીમાં અગ્રેસર છે. આવી સ્થિતિમાં અહીંના લોકોને રોજગારીની તક મળશે. અહીના યુવા ઈજનેરોને ઈનોવેશનમાં વધુને વધુ ઈનવોલ્વ થશે. તેમણે કહ્યું કે જ્યારે દેશ નવા અભિગમ સાથે આગળ વધવાનું શરૂ કરે છે, ત્યારે દેશની વિચારસરણી પણ તે જ રીતે વિકસિત થવા લાગે છે. આજે 13 ફેબ્રુઆરીથી શરૂ થયેલો આ શો શુક્રવાર 17 ફેબ્રુઆરી સુધી ચાલશે. 17 ફેબ્રુઆરીના રોજ એરો ઈન્ડિયા શો 2023માં 90 થી વધુ દેશોની ભાગીદારી જોવા મળશે. લગભગ 30 દેશોના સંરક્ષણ પ્રધાનો અને સંરક્ષણ ઉત્પાદનો સાથે જોડાયેલા લોકો તેમાં ભાગ લે તેવી અપેક્ષા છે. આ શોમાં 800થી વધુ કંપનીઓ ભાગ લઈ રહી છે.

‘અમે વિશ્વની સંરક્ષણ કંપનીઓ માટે ભાગીદાર બની રહ્યા છીએ’
એક સમય એવો હતો જ્યારે તે માત્ર એર શો વધુ યોજોના ન હતો. આજે આ માત્ર એર શો નથી પરંતુ ભારતની તાકાત છે. ભારતીય સંરક્ષણ ઉદ્યોગ અને આત્મવિશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કારણ કે વિશ્વની ડિફેન્સ કંપની માટે માત્ર બજાર નથી, ભાગીદાર પણ છે. જે દેશો સંરક્ષણ કરાર માટે વધુ સારા દેશોની શોધમાં છે, તે દેશો માટે ભારત ભરોસાપાત્ર છે.

Most Popular

To Top