અભિનય ક્ષમતા હોવી એક વાત છે. અભિનેત્રી તરીકે સૌંદર્યવાન હોવું તે બીજી વાત છે પણ પ્રેક્ષકોની નજરે ચડી જવું તે તો આ બંનેથી ય વધુ ખાસ વાત છે. આના માટે તમારાં થોડું સાહસ પણ હોવું જોઈએ. સયાની ગુપ્તામાં તે છે. મૂળ કોલકાતાની પણ અભિનય શીખવા ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઓફ ઈન્ડિયામાં ગઈ. ત્યાં ભણો એટલે હિન્દી અને સિનેમાની ભાષા બંને શીખી જાવ. આનો લાભ એ થયો કે તેની કારકિર્દી હિન્દી ફિલ્મોમાં જ આગળ વધી. તેણે એકાદ બંગાળી ફિલ્મમાં જરૂર કામ કર્યું પણ તે જાણતી હતી કે વધુ બંગાળી ફિલ્મોમાં કામ કરીશ તો બંગાળી અભિનેત્રીનો સિક્કો લાગી જશે. સયાની સ્પષ્ટ હતી એટલે આજે હિન્દી ફિલ્મોમાં તેની એક જગ્યા છે. તમે તેને ‘માર્ગારિટા વિથ અ સ્ટ્રો’ ફિલ્મમાં જોઈ હશે જેમાં તે અંધ પાકિસ્તાની-બાંગ્લાદેશી એક્ટિવિસ્ટ છે જે લેસ્બિયન છે. લોકો જરા ભડકી તો જાય.
સયાની તેના નામ પ્રમાણે જ સયાની છે. તેની પહેલી ફિલ્મનું જ નામ હતું ‘સેકંડ મેરેજ ડોટ કોમ’ બીજી ફિલ્મ હતી ‘શુરૂઆત કા ઈન્ટરવલ’ ત્રીજી ‘માર્ગારિયા વિથ એ સ્ટ્રો’, ચોથી અભિનેત્રીઓ કેન્દ્રી ‘પચેંડ’ જેનો નિર્માતા અજ્ય દેવગણ હતો. સયાની ગુપ્તાની આ બધી જ ફિલ્મો સેન્સિબલ હતી ને ચર્ચા કરવી પડે તેવી હતી. પણ શાહરૂખ ખાન સાથેની ‘ફેન’માં તે શાહરૂખે ભજવેલી બે ભૂમિકામાંની એક આર્યનની તે મેનેજર હતી. નામ સુનયના. એજ રીતે ‘જોલી એલએલબી-2’માં અક્ષય કુમાર તો છે પણ તે દિલ્હીની ભૂતપૂર્વ પોલીસ કોન્સ્ટેબલ બની હતી. સયાનીને સારી ભૂમિકા સાથે સારી ફિલ્મો મળી છે. રણબીર કપૂર-કેટરીના કૈફ અભિનીત ‘જગ્ગા જાસૂસ’માં પણ તે હતી. ફિલ્મની કાસ્ટ ક્રેડિટમાં ક્યારેક બીજા, ક્યારેક ત્રીજા, ક્યારેક પાંચમાં ક્રમે પણ હોય પરંતુ તે આ ઉપર નીચે થતા ક્રમને એક્ઝસ કરી લે છે. શાહરૂખ રણબીર જેવા સ્ટાર હોય તો નીચે ચાલે. પરંતુ તેની કારકિર્દી અટકી નથી. ‘આર્ટિકલ 15’માં તે આયુષ્યમાન ખુરાનાની સમાંતરે હતી. હવે તે ‘ખ્વાબોં કા ઝમેલા’માં પ્રતિક બબ્બર સાથે આવી છે. પ્રતિકની જેમ તે પણ તેની ક્રેડિટમાં કમબેક કરે છે. આ એક રસપ્રદ વિષય ધરાવતી ફિલ્મ છે જો લોકોને ગમી તો સયાની ચર્ચાશે. બાકી તેની પાસે ‘ધ વેનિશીંગ એક્ટ’ ફિલ્મ પણ છે. ‘વેર ધ વિંડ્સ બ્લો’માં તેની મુખ્ય ભૂમિકા છે. એટલે નક્કર ભૂમિકાથી તે આગળ વધી રહે છે. વેબસિરીઝમાં તે તે સારી ભૂમિકા ભજવી ચૂકી છે. આ વર્ષે કોલ મી બે’માં પણહતી. જોકે તે કહે છે કોલમી સયાની. •
બડી ‘સયાની’
By
Posted on