SURAT

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિરમાં પાંચ દિવસીય વર્ચ્યુઅલ સમર કેમ્પ સફળતા પૂર્વક યોજાયો

સૂરત : સુરત શહેરની ઓનલાઈન શિક્ષણ આપતી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર ખાતે પાંચ દિવસીય વર્ચ્યુઅલ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યામંદિર તથા સુરત શહેરની અન્ય તમામ શાળાના ધોરણ 1 થી 9 ના વિદ્યાર્થીઓએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

સ્ટોરી ટેલિંગ, બુકમાર્ક મેકિંગ, જી.કે. ક્વિઝ, ગ્રામર ગેમ, ક્રેયોન રબિંગ, કરાટે, એરોબિક્સ, યોગા, માય ફેમિલી, ગેમ શો, ફન એક્સપરિમેન્ટ વિથ સાયન્સ, પર્સનલ હાઈજીન, ટેલેન્ટ હન્ટ, જોય ઓફ શેરીંગ, વર્ચ્યુુઅલ સ્કૂલ ટુર, પર્સનાલિટી ડેવલપમેન્ટ, ફેમિલી બોન્ડીંગ, મેચ સ્ટીક આર્ટીકલ મેકિંગ, ફાયરલેસ કુકીંગ, ફન વિથ મેથ્સ, સ્પોકન ઈંગલિશ, જમ્બલ ગેમ્સ, જેવી પ્રવૃત્તિઓનું આ કેમ્પમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે શાળાના દરેક શિક્ષકોએ તથા શાળાના કો-ઓર્ડીનેટર મેરી ડિસોઝા તથા આચાર્યા શ્રીમતી શીલાબેન શાહે જહેમત ઉઠાવી હતી.

Most Popular

To Top