નવી દિલ્હી : ભારતની સ્વતંત્રતા પરની ઉત્તમ કૃતિ લખનારા મશહૂર લેખક (Author) ડોમિનિક લેપિયર (Dominique Lapierre) હવે રહ્યા નથી. 91 વર્ષની ઉંમરે તેમણે પેરિસમાં (Paris) અંતિમ શ્વાસ લીધા હતા. આ માહિતી તેમની પત્ની ડોમનિક કોચોન લેપિયરે આપી હતી. ડોમનિક લેપિયર ભારતમાં (India) પણ એટલાજ લોકપ્રિય હતા જેટલા ફ્રાન્સ અને દુનિયાના અન્ય દેશોમાં હતા. ભારતની સ્વતંત્રા પરની તેમને ‘ફ્રીડમ એટ મિડનાઈટ’ જેવી ઉત્તમ ઓનું સર્જન તેઓ કરી ચુક્યા છે. તેમની લોકપ્રિયતાને જોઈને તેમને વર્ષ 2008માં પદ્મશ્રી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો.
- ડોમનિક લેપિયર ભારતમાં પણ એટલાજ લોકપ્રિય હતા
- તેમને વર્ષ 2008માં પદ્મશ્રી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો
- તેમાંથી સૌથી પ્રખ્યાત પુસ્તક ‘ઈઝ પેરિસ બર્નિંગ’ હતું
ડોમિનિકને ભારત પ્રત્યે વિશેષ લગાવ હતો
ડોમિનિક લેપિયર ફ્રાન્સ અને વિશ્વના અન્ય દેશોની જેમ ભારતમાં પણ લોકપ્રિય હતા. ડોમિનિકને ભારત પ્રત્યે વિશેષ લગાવ હતો અને આ લગાવને કારણે તેમણે ભારતની આઝાદી પર ‘ફ્રીડમ એટ મિડનાઈટ’ જેવી ક્લાસિક કૃતિની રચના કરી હતી. કોલકાતાના રિક્ષાચાલકના જીવન પર આધારિત તેમની નવલકથા ‘સિટી ઓફ જોય’ પણ ખૂબ જ લોકપ્રિય નવલકથા છે. તેમની લોકપ્રિયતાને જોતા ભારત સરકારે 2008માં ડોમિનિક લેપિયરને ‘પદ્મ ભૂષણ’થી સન્માનિત કર્યા હતા.
ડોમિનિક લેપિયરની પ્રખ્યાત કૃતિઓ
30 જુલાઈ વર્ષ 1931ના રોજ જન્મેલા ડોમિનિક લેપિયરની ઘણી કૃતિઓ જગ પ્રસિદ્ધિ પામી ચુકી છે. અમેરિકન લેખક લેરી કોલિન્સ સાથે મળીને લખાયેલા છ પુસ્તકોની લગભગ 50 મિલિયન નકલો વેચાઈ છે. તેમાંથી સૌથી પ્રખ્યાત પુસ્તક ‘ઈઝ પેરિસ બર્નિંગ’ હતું. ભારતની આઝાદી પરનું તેમનું પુસ્તક ‘ફ્રીડમ ઓફ મિડનાઈટ’ પણ ખૂબ જ લોકપ્રિય રહી ચૂક્યું છે.