World

ઓસ્ટ્રિયામાં મળી એક બાળકની પ્રાચીન મમી, વૈજ્ઞાનિકોએ મોતનું રહસ્ય ખોલ્યું

ઑસ્ટ્રિયા: સદીઓથી, ઑસ્ટ્રિયાના (Austria) સૌથી જૂના સમર ધાનવાન કુટુંબોમાં ગણાતા એક ભોંયરાની દુનિયા ઉજાગર થઇ છે.જ્યાં એક દુઃખદ રહસ્ય (Secret) છુપાવ્યું હતું. એક અહીં ખોદકામ દરમ્યાન એક બાળકની (Baby) મમી (Mummy) ભોંયરામાં બંધ હતી. સ્ટારહેમ્બર્ગ કુળના આ બાળકની ઉંમર 1 કે 2 વર્ષની હોવી જોઈએ તેવો દાવો આર્ક્યોલૉજિસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.અને હવે પછીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ બાળકનું મૃત્યુ ખોરાકના અભાવને કારણે કે પછી કોઈ જીવલેણ ઈજાને કારણે નહીં, પરંતુ સૂર્યપ્રકાશના અભાવે થયું હતું.

બાળકની લાશને રેશમી કપડામાં વીંટાળેલી હતી
બાળકની આ મમી 16મી અને 17મી સદીની વચ્ચેના હોવાનું પુરાવા ઉપરથી ફલિત થઇ રહ્યું છે. આ મમીમાં બાળકના શરીરની નાની વિગતો સ્પષ્ટપણે જોઈ શકાય છે. બાળકની લાશને રેશમી કપડામાં વીંટાળેલી હતી. પરંતુ મોટા અને પ્રભાવશાળી પરિવારમાંથી હોવા છતાં બાળક સ્વસ્થ ન હતું. સીટી સ્કેનની મદદથી મમીનું વર્ચ્યુઅલ ઓટોપ્સી કરવામાં આવ્યું હતું, જેમાં બાળકની પાંસળીમાં વિકૃતિ અને ખામીઓ પણ જોવા મળી હતી. આ દરેક લક્ષણો કુપોષણનાશિકાર થયાના હતા. જેમાં ખાસ કરીને તો વિટામિન ડીના અભાવને કારણે થાય છે. તેને રિકેટ્સ કહેવામાં આવે છે.

સંશોધકોએ બીજી શક્યતા પણ ધ્યાનમાં લીધી
સંશોધકોએ બીજી શક્યતા પણ ધ્યાનમાં લીધી હતી કે તેમના મતે, મૃત્યુ વિટામિન સીની ઉણપને કારણે થયું હોઈ શકે છે, જે સ્કર્વી રોગનું કારણ બને છે. જ્યારે પાંસળીમાં જોવા મળતી વિકૃતિ બંને સ્થિતિઓ સાથે મેળ ખાતી નથી. ફેટ ટિશ્યુની તપાસમાં જાણવા મળ્યું કે બાળકની ઉંમર પ્રમાણે તેનું વજન બાકીના બાળકો કરતા વધારે હતું. તેથી, સંશોધકો માને છે કે તે સમયે બાળકને સારી રીતે ખવડાવ્યું હોવું જોઈએ. આ વિટામિન સીની ઉણપની શક્યતાને દૂર કરે છે.

વિટામિન ડી ખોરાક દ્વારા આપણા શરીરમાં પહોંચતું નથી
બીજી બાજુ, જો આપણે વિટામિન ડી વિશે વાત કરીએ, તો તે ખોરાક દ્વારા આપણા શરીરમાં પહોંચતું નથી, પરંતુ અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગને કારણે ત્વચામાં રાસાયણિક પ્રતિક્રિયાઓ દ્વારા બને છે. આ સૂચવે છે કે બાળક ખોરાકના અભાવે નહીં, પરંતુ સૂર્યપ્રકાશના અભાવને કારણે કુપોષિત થયું હતું.અને ત્યારબાદ તેનું મૃતયુ થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ઉચ્ચ વર્ગના લોકો તેમની ત્વચાને સાફ રાખવા માટે ઘણીવાર સૂર્યને ટાળતા હતા
બાળપણમાં હાડકાંની રચના અને મજબૂતી માટે વિટામિન ડી ખૂબ જ જરૂરી છે. તે શરીરને જીવનભર કેલ્શિયમ અને ફોસ્ફરસને વધુ સારી રીતે શોષવામાં મદદ કરે છે. જોકે આ બધા રિકેટ્સ મૃત્યુનું કારણ નથી, પરંતુ બાળકના ફેફસામાં જીવલેણ ન્યુમોનિયાના ચિહ્નો દેખાય છે, જે વિટામિન ડીની ઉણપ ધરાવતા બાળકોમાં સામાન્ય છે. ફ્રન્ટિયર્સમાં પ્રકાશિત સંશોધન મુજબ, આ સમય દરમિયાન ઉચ્ચ વર્ગના લોકો તેમની ત્વચાને સાફ રાખવા માટે ઘણીવાર સૂર્યને ટાળતા હતા. યુરોપિયન સમાજમાં, તે યુગના લોકો આ રીતે રહેતા હતા, જ્યારે ફક્ત ખેડૂતો અને મજૂરો જ સૂર્યમાં ચાલતા હતા.

Most Popular

To Top