મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના (Australia) આક્રમક બેટ્સમેન ડેવિડ વોર્નરના (David Warner) મેનેજર જેમ્સ એર્સ્કીને કેપ ટાઉનમાં 2018ના બોલ ટેમ્પરિંગ (Ball Tampering) કૌભાંડના (scam) સંબંધમાં સનસનાટીભર્યો દાવો કર્યો છે અને કહ્યું છે કે તેને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધિકારીઓએ મંજૂરી આપી હતી. એર્સ્કાઈને કહ્યું કે 2016માં હોબાર્ટ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને હારનો સામનો કરવો પડ્યો તે પછી બે અધિકારીઓએ ખેલાડીઓને આવું કરવા કહ્યું છે. કેપ ટાઉન ટેસ્ટ દરમિયાન ઓપનર કેમેરોન બેનક્રોફ્ટ બોલ પર સેન્ડપેપર ઘસવા બદલ દોષી સાબિત થયો હતો.
વોર્નરને સંપૂર્ણપણે ખલનાયક ઠેરવવામાં આવ્યો હતો
એર્સ્કીઈને એસઇએનને કહ્યું હતું કે જ્યારે ટીમ હોબાર્ટમાં દક્ષિણ આફ્રિકા સામે હારી ત્યારે ડ્રેસિંગ રૂમમાં બે વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા અને તેઓ ખેલાડીઓને ઠપકો આપી રહ્યા હતા. તે સમયે વોર્નરે કહ્યું હતું કે અમારે બોલને રિવર્સ સ્વિંગ કરવો પડશે. અને તે ત્યારે જ શક્ય બને છે જ્યારે આપણે તેમાં ચાલાકી કરીએ. એર્સ્કીને વધુમાં કહ્યું હતું કે અધિકારીઓએ તેમને એમ કરવા કહ્યું હતું. તેણે કહ્યું હતું કે વોર્નરે મોઢું બંધ રાખીને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને સાથી ખેલાડીઓનો બચાવ કર્યો. ‘સેન્ડપેપર ગેટ’ કાંડને સૌથી મોટો અન્યાય ગણાવતા એર્સ્કીને કહ્યું હતું કે આ કેસમાં ત્રણથી વધુ લોકો સામેલ હોવા છતાં વોર્નરને સંપૂર્ણપણે ખલનાયક ઠેરવવામાં આવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ 511 રને દાવ ડિકલેર કર્યો, વેસ્ટઇન્ડિઝનો સ્કોર 102/4
એડિલેડ, તા. 09 : અહીં રમાઇ રહેલી ડે-નાઈટ બીજી ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસે સદી ફટકારનાર માર્નસ લાબુશેન 163 અને ટ્રેવિસ હેડ 175 રન બનાવીને આઉટ થયા પછી પોતાનો પ્રથમ દાવ 511 રનમાં ડિકલેર કર્યો હતો. જેની સામે દિવસની રમતના અંત સુધીમાં વેસ્ટ ઈન્ડિઝે 4 વિકેટે 102 રન બનાવી લીધા છે. સ્ટમ્પના સમયે સ્ટમ્પના સમયે તેગનારાયણ ચંદ્રપોલ 47 અને નાઈટ વોચમેન એન્ડરસન ફિલિપ એક રન પર રમતમાં હતા.વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી. પ્રથમ મેચમાં સદી ફટકારનાર કેપ્ટન ક્રેગ બ્રેથવેટ 19 રન બનાવીને આઉટ થયો હતો. ટીમે 50 રન સુધી 3 વિકેટ ગુમાવી દીધી હતી. શામરાહ બ્રુક્સ 8 અને જર્માઈન બ્લેકવુડ 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી માઈકલ નેસરે 2 વિકેટ જ્યારે કેમેરન ગ્રીન અને નાથન લિયોને એક-એક વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા 2 ટેસ્ટ શ્રેણીમાં 1-0થી આગળ છે.