મધ્યપ્રદેશના ઈન્દોરમાં બે સગીર યુવતીઓને બળજબરીથી ધર્મપરિવર્તન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બે આરોપીઓ તેમની કારમાં છોકરીઓની છેડતી પણ કરી રહ્યા હતા, જેના કારણે લોકોએ તેમને માર માર્યો હતો. ત્યારબાદ તેને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.
પોલીસનું કહેવું છે કે, તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે બંને આરોપીઓ યુવતીઓને ધર્મ પરિવર્તન માટે દબાણ કરતાં હતા. આવા કેસમાં શનિવારે બંને આરોપીઓ વિરુદ્ધ ધર્મપરિવર્તન માટે દબાણ કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ કેસ ઇંદોરના જામ ગેટનો છે. પોલીસે જણાવ્યું હતું કે સોહેલ અને હસન તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે બે સગીર યુવતીઓને ઇન્દોરથી માંડલેશ્વર લઈ ગયા હતા. રસ્તામાં યુવકોએ કારમાં સવાર બંને યુવતીની છેડતી કરી હતી. જ્યારે યુવતીઓએ વિરોધ કર્યો ત્યારે તેઓએ તેમને ધમકાવ્યા.
છોકરીઓનો અવાજ સાંભળીને લોકો આજુબાજુમાં ભેગા થયા અને બંને છોકરાઓને પકડ્યા. આ પછી લોકોના ટોળાએ પહેલા છોકરાઓને જોરદાર માર માર્યો હતો અને બાદમાં મંડલેશ્વર પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર બંને છોકરીઓ આ છોકરાઓ સાથે સ્કૂલમાં અભ્યાસ કરે છે. તે બધામાં પહેલાથી મિત્રતા અને પરિચિતતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સગીર છોકરીઓ તેમની સાથે જન્મદિવસની ઉજવણી કરવા ગઈ હતી. આ પછી, આરોપીઓએ યુવતીઓને ધર્મ પરિવર્તન કરવા અને લગ્ન કરવા દબાણ કરવાનું શરૂ કર્યું.
પોલીસે જણાવ્યું કે આરોપીઓની ઓળખ સોહેલ અને હસન તરીકે થઈ છે. આ બંને સામે ‘ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ 2020’ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત આરોપીઓ પર પણ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આવોજ એક કિસ્સો સંઘપ્રદેશ (UT) દમણ (Daman) માં (Love Jihad) મામલો સામે આવ્યો છે. એક વિધર્મી યુવાને 13 વર્ષની હિન્દુ તરૂણીને પ્રેમજાળમાં ફસાવી તેને ભગાવી લઈ જવાની ફિરાકમાં જ હતો ત્યાં જ હિન્દુ સંગઠનોએ યુવાન અને તરૂણીને પકડી પાડી પોલીસના હવાલે કરતાં તરૂણીના માતા-પિતાની ફરિયાદને પગલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ કાર્યવાહી શરૂ કરી છે.
શનિવારે બપોરે દમણમાં રહેતી 13 વર્ષની હિન્દુ તરૂણી ઘરનો દરવાજો બહારથી ધીરેથી બંધ કરી ચોરી છુપી કંપાઉન્ડ વોલને કુદીને જઈ રહી હતી. જ્યાં બિલ્ડીંગનાં વોચમેને તેને આ રીતે ક્યાં જાય છે એમ પુછ્યું હતું. પરંતુ તરૂણીએ થપ્પો દાવ રમી રહ્યા હોવાનું જણાવતા વોચમેને આ વાતને સહજતાથી લઈ તે પોતાનું કામ કરી રહ્યો હતો. આ દરમ્યાન તરૂણીના માતા-પિતાએ તરૂણીની શોધખોળ કરી રહ્યા હતા. ત્યારે વોચમેને બપોરે તરૂણી થપ્પો દાવ રમી રહ્યાની વાત કરી દિવાલ કુદી જતી હોવાની વાત મા-બાપને કરતાં તરૂણીના પરિવારજનો અને અન્ય લોકો દમણમાં તેની શોધખોળ આદરી હતી. તેનો પત્તો નહીં લાગતા આખરે માતા-પિતાએ નાની દમણ પોલીસ મથકે પહોંચી ફરિયાદ દાખલ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.