Vadodara

સોમા તળાવ પાસે સફાઇ કામ કરતા 3 કર્મચારી પર લાકડીઓ વડે હુમલો

વડોદરા: ગણેશનગરમાં સફાઇ કામ કરતા કોન્ટ્રાક્ટરના માણસો પર 4 સ્થાનિક માથાભારે ઇસમો લાકડીઓ લઇને તુટી પડતા એકનને અજા પહોંચી હતી. હુમલાખોરો વિરૂધ્ધ કાનુની કાર્યવાહી હાથ ધરાતા પાલિકા તંત્રના કર્મચારીઓએ કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી. સોમા તળાવ નજીક આવેલ ગણેશનગરમા માળી મહોલ્લામાં જેટીંગ મશીનથી સવારે સફાઇ કામગીરી હાથ ધરાઇ બતી. ડ્રેનેજ લાઇનમાં કામગીરી કરતા જગદીશ સોલંકી, હિતેશ પરમાર સહિતનાઓ સાથે 4 ઇસમોએ સફાઇ કર્મચારીઓને ધમકાવીને ફરી વાર કામગીરી કરવા જમાવ્યું હતું.

બનાવના પગલે શોરબકોર મચી જતા સ્થાનિક રહિશોના ટોળા એકઠા થઇ ગયા હતા. કામગીરી યોગ્ય જ હોવાનું જણાવતા કર્મચારીઓ બેફામ ગાળો બોલતા હુમલાખોરો પૈકીનો એક લાકડી લઇને તુટી પડતા નાસભાગ મચી ગઇ હતી.  ફફડી ઉઠેલા સફાઇ કર્મચારીઓએ સ્વબચાવનો પ્રયાસ કરવા છતાં હુમલાખોરો સાથે ઝપાઝપીના કારણે હિતેશ પરમારને ગળળાના ભાગે ઇજાઓ પહોંચી હતી.  સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. મીડીયા સામે હુમલા અંગે આક્રોશ વ્યક્ત કરતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે માત્ર છ હજારનો પગાર મળે છે. છતાં નિષ્ઠાપૂર્વક કામગીરી કરીએ છે. તો પણ આવા અસામાજીક તત્વો બબાલ કરીને હુમલા કરે છે. પોલીસ ફરિયાદ હિતેશ પરમારે પાણીગેટ પોલીસ મથકે નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસે ગુનો દાખલ કરીને ફૂટેજના ચક્રો ગતિમાન કર્યા છે.

પાલિકાના 3 કર્મચારીઓ ઉપર હુમલાને લઈ નાડિયા સમાજની મ્યુનિ. કમિશનરને રજુઆત

વડોદરા શહેરના ડભોઇ રોડ ઉપર આવેલા ગણેશનગરમાં પાલિકાના વહીવટી વોર્ડ નંબર ત્રણ માં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટર ના માણસો જેટિંગ મશીન ની કામગીરી અર્થે પહોંચ્યા હતા. જ્યાં જેટિંગ મશીન વડે ચોક્કસ થયેલી લાઇન શરૂ કરવામાં આવી હતી. તેમ છતાં સ્થાનિક રહીશોએ જેટિંગ મશીન ની કામગીરી ફરી કરવા તકરાર કરી હતી. જે પૈકી ચાર જેટલા શખ્સોએ હિતેશ પરમાર ,જગદીશ સોલંકી સહિત ત્રણ શખ્સો સાથે ઝપાઝપી કરી લાકડી વડે માર માર્યો હતો. મારમારવાની ઘટનાને લઇને વડોદરાના નાડીયા સમાજના આગેવાનો સફાઈ કર્મચારી એ પાસે રાખીને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ ને રજૂઆત કરવા ખાતર પહોંચ્યા હતા. વારંવાર એ માટે ને સફાઈ કર્મચારીઓ પર હુમલા કરવામાં આવે છે અને છેલ્લા કેટલાક વર્ષોથી હંગામી ધોરણે પાલિકામાં ફરજ બજાવે છે જેથી પાલિકામાં સમાવેશ કરવામાં આવે અને અમને કાયમી ધોરણે ફરજ પર લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

Most Popular

To Top