SURAT

ગોડાદરામાં દબાણો હટાવવા ગયેલી ટીમ પર હુમલો, 2ની ધરપકડ

સુરત: મહાનગરપાલિકા (SMC) દ્વારા ‘ઝીરો દબાણ રૂટ અભિયાન’ હવે માથાના દુઃખાવા સમાન બની ગયુ હોય એમ કહી શકાય છે. ત્યારે થોડા સમય અગાઉ નવાગામ-ડિંડોલી (Navagam-Dindoli) અને ગોડાદરાના (Godadara) પાલિકાની દબાણ વિરોધી ઝુંબેશ દરમિયાન ફેરિયાઓ સાથે ઘર્ષણના (Fight) કિસ્સાઓ સામે આવ્યા હતા. ત્યાર બાદ ફરી એકવાર સોમવારે સાંજે વધુ એક વાર પાલિકાની ટીમ ઉપર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. જોકે પાલિકાની ટીમે 2 હુમલાખોરોને પકડી પોલીસને સોંપતા હાલ મામલો પોલીસ સ્ટેશન (police station) પહોંચ્યો છે.

  • મહાનગરપાલિકાનું ‘ઝીરો દબાણ રૂટ અભિયાન’ ઉગ્ર
  • સોમવારે દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ ઉપર હુમલો
  • 2 હુમલાખોરોને પકડી પોલીસને સોંપ્યા

પ્રાપ્ત માહિતી મુજબ ઘટના ગોડાદરાના સુપર સિનેમા રોડની છે. ઝીરો દબાણ રૂટ હોવા છતાં ફેરિયાઓ, લારીવાળાઓએ અડિંગો જમાવતા લિંબાયત ઝોન દ્વારા સોમવારે સાંજે ડ્રાઇવ શરૂ કરાઇ હતી. જેમાં લારી-ગલ્લા અને પાથરણાં ઉપાડવાની કામગીરીને જોતા જ રોડ પરથી માલ-સામાન ઉપાડી ફેરિયાઓએ દોટ મુકી હતી. તેમજ દબાણ ખાતાના કર્મીઓએ લારી-ગલ્લા અને પાથરણાં ઉપાડવાની કામગીરી શરૂ કરતા જ કેટલાંક વિક્રેતાઓ પોતાનો માલ-સામાન છોડાવવા ધક્કા-મુક્કી પર ઉતરી આવ્યાં હતાં. જેને લઈ ભારે હોબાળો થયો હતો.

તેમજ પોલીસની હાજરી વચ્ચે જ કેટલાક ફેરિયાઓ ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા. જેથી પાલિકાના માર્શલે 2 યુવકોને ડિટેઇન કરી સ્થાનિક પોલીસને સોંપ્યા હતાં. તેમજ બન્નેને પોલીસ મથક લઇ જઇ આસિસ્ટન્ટ ઇજનેર હર્ષ પાંડેએ કાયદેસર કાર્યવાહી માટે ફરિયાદ કરી હતી. આ સાથે જ મોડી સાંજ સુધી પોલીસ સ્ટેશન પર FIR માટે કાર્યવાહી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું.

વેન્ડરોએ ‘ઝીરો દબાણ રૂટ અભિયાન’ નો વિરોધ કર્યો હતો
સુરતની ‘ઝીરો દબાણ રૂટ અભિયાન’ ટીમ દ્વારા રસ્તા પરથી ખાણી પીણીની લારીઓને દૂર કરવામાં આવી હતી. જેના કારણે હજારોની સંખ્યામાં ફૂડ સ્ટ્રીટ વેન્ડર્સ બેરોજગાર બન્યા હતાં. દરમિયાન લારી વાળાઓએ સુરત મનપા સામે મોરચો માંડ્યો હતો. જેના માટૈ 29 ડિસેમ્બરના રોજ સુરતના પાલ આરટીઓ વિસ્તારના ખાણી પીણીની લારીઓ વાળા દ્વારા અનોખો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં સ્ટ્રીટ વેન્ડરો એકત્ર થઈ જાહેર રોડ પર ભીખ માંગી પાલિકાની નીતિ સામે વિરોધ દર્શાવ્યો હતો.

Most Popular

To Top