RAJSTHAN : રાજસ્થાનના અલવર જિલ્લામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાન પોલીસે ખેડૂત નેતા રાકેશ ટિકેટ ( RAKESH TIKEIT) ને કાળા ધ્વજ બતાવવા અને કાફલા પર હુમલો કરવાના આરોપમાં 14 યુવાનોની ધરપકડ કરી છે. પોલીસે તેમની સામે કલમ 307, 398,332,53,145,46,47,48, 49,323,41,506 અને 427 હેઠળ ગુનો નોંધ્યો છે. તતારપુર પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી કુલદીપ યાદવ મત્સ્ય યુનિવર્સિટીના પૂર્વ છત્રસંઘ પ્રમુખ રહી ચૂક્યો છે.
ખેડૂત નેતા રાકેશ ટિકેટ મોડી રાત્રે શાહજહાંપુર બોર્ડર પહોંચ્યા હતા. આ સમય દરમિયાન તેમને ધરણાં કરી રહેલા ખેડુતોના હાલચાલ જાણ્યા હતા. જોરદાર તોફાનને કારણે વિરોધ કરી રહેલા ખેડુતોના તંબુ ઉખડી ગયા હતા. તેનાથી થોડા સમય માટે સ્થળ પર અંધાધૂંધીનું વાતાવરણ સર્જાયું હતું. તેમજ ખેડુતોનું કહેવું છે કે કૃષિ બીલો પરત નહીં ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
સામાજિક તત્વોએ પણ ટિકેટ પર શાહી ફેંકી હતી
શુક્રવારે રાજસ્થાનમાં ખેડૂત આંદોલનનાં નેતા રાકેશ ટિકેટના કાફલા ઉપર હુમલો થયો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે ટિકેટ અલવરના હરસૌરા ખાતે એક સભાને સંબોધન કર્યા બાદ બાનસુર જઇ રહ્યા હતા. દરમિયાન, તતારપુરમાં ટોળાએ ટિકેટના કાફલા ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો. પથ્થરમાં ટિકેટની કારનો કાચ તૂટી ગયો હતો. આ સમય દરમિયાન, અસામાજિક તત્વોએ ટિકેટ પર શાહી પણ ફેંકી હતી.
જો કે, સમય જતાં પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો અને સુરક્ષા કોર્ડનમાં ટિકેટને બહાર કાઢ્યા હતા. પોલીસ સુરક્ષા વચ્ચે ટીકેટને ત્યાંથી બાણસુર લઈ જવાયા હતા . રાકેશ ટિકેટે પોતે સોશિયલ મીડિયા પર તેમની કાર પર થયેલા આ હુમલા વિશે લખ્યું છે કે, “રાજસ્થાનના અલવર જિલ્લાના તાતરપુર માર્ગ, બાંસુર રોડ પર ભાજપના ગુંડાઓ દ્વારા હુમલો કરાયેલા લોકશાહીની હત્યાના ફોટા.” લોકો સતત આ પોસ્ટમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે જ રાજસ્થાનમાં વિરોધી પક્ષો ભાજપને દોષી ઠેરવી રહ્યા છે.
સતત છેલ્લા 5 મહિનાથી સરકારે રજૂ કરેલા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે . ત્યારે હવે ખેડૂત સંગઠનોમાં પણ અલગ અલગ ફૂટ પડી જતાં હાલ વિરોધ ધીમો પડ્યો છે પણ છતાં રાકેશ ટિકેટ આ આંદોલનને દેશના અલગ અલગ રાજ્યોમાં લઈ જઈ રહ્યા છે. જ્યાં તેમને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.