ગાંધીનગર(Gandhinagar) : વાઇબ્રન્ટ ગુજરાત (VibrantGujarat) બુધવારે ગ્લોબલ સમિટને (GlobalSummit) સંબોધતા તેમણે સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) આગામી 25 વર્ષમાં ભારતને (Bharat) વિકસિત દેશ (DevelopeCountry) બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમણે કહ્યું કે ભારતે આઝાદીના (Independent) 75 વર્ષ પૂર્ણ કર્યા છે. હવે ભારત આગામી 25 વર્ષ માટે તૈયારી કરી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે અમારો ઉદ્દેશ્ય ભારતને તેની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીમાં વિકસિત દેશ બનાવવાનો છે.
ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ 2024નો આજે બીજો દિવસ છે. દેશ દુનિયામાંથી નેતા, ઉદ્યોગપતિ, ડેલિગેટ્સ વાઈબ્રન્ટમાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિરમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, તમારા સપના જેટલાં મોટા એટલો મારો સંકલ્પ પણ મોટો હશે. ભારતના નાગરિકો વધુ એમ્પાવર બની રહ્યાં છે.
પીએમ મોદીએ કહ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આર્થિક વિકાસ અને રોકાણ માટે વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે. ભારત અને UAEએ ફૂડ પાર્કના વિકાસ, રિન્યુએબલ એનર્જીમાં સહયોગ અને હેલ્થકેરમાં રોકાણ માટે અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે કહ્યું કે UAEની કંપનીઓ ભારતના પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અબજો ડોલરનું રોકાણ કરવા સંમત થઈ છે. ભારત અને યુએઈએ તેમના સંબંધોને નવી ઊંચાઈએ લઈ ગયા છે.
ભારત ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જ્યારે 10 વર્ષ પહેલા ભારત 11માં સ્થાને હતું. આજે વિશ્વની દરેક મોટી રેટિંગ એજન્સીનો અંદાજ છે કે આગામી થોડા વર્ષોમાં ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે. એવા સમયે જ્યારે વિશ્વ અનેક અનિશ્ચિતતાઓથી ઘેરાયેલું છે. ત્યારે ભારત વિશ્વમાં વિશ્વાસના નવા કિરણ તરીકે ઉભરી આવ્યું છે.
વાઈબ્રન્ટમાં મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત
7 કરોડ ગુજરાતીઓનું સ્વપ્ન સાકાર થશે ગુજરાતને પોતાની માતૃભૂમિ અને કાર્યસ્થળ ગણાવતા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં રિલાયન્સે દેશમાં લગભગ 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને આમાંથી એક તૃતીયાંશ કરતાં વધુ રોકાણ એકલા ગુજરાતમાં જ થયું છે. તેમણે વચન આપ્યું હતું કે રિલાયન્સ 7 કરોડ ગુજરાતીઓના સપનાને સાકાર કરવામાં કોઈ કસર છોડશે નહીં. રાજ્યમાં રિલાયન્સનું રોકાણ આગામી 10 વર્ષ સુધી ચાલુ રહેશે અને 2030 સુધીમાં ગુજરાતના કુલ ગ્રીન એનર્જી વપરાશમાંથી અડધોઅડધ ઉત્પાદન તેમની કંપની કરશે.