વડોદરા : વર્ષ દરમીયાન બે વખત બનતી એક ખગોળીય ઘટના બની હતી.વડોદરા સહિત કેટલાક શહેરોમાં થયેલી આ ખગોળીય ઘટનાને પગલે બપોરના 12:35 કલાકના સમયગાળા દરમિયાન લોકોનો પડછાયો ગાયબ થયો હતો. મધ્યાહન સમયે સૂર્ય ઉચ્ચતમ સ્થાને આવતા પડછાયો ગાયબ થઇ ગયો હતો.જેને જેને ઝીરો શેડો દિવસ તરીકે ઓળખવામાં આવે છે.આ ઘટનાને લઈને લોકોમા કુતૂહલ સર્જાયું હતું. વડોદરા શહેરના ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિતે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે 22 થી લઈ અને 23 અક્ષાંસની વચ્ચે રહેનારા જેટલા પણ શહેર છે.
રાજકોટ મહુવા, ગોંડલ, ગઢડા ,વડોદરા ,કલકત્તા ઇન્દોર, રાયપુર આ બધા શહેરો ના પડછાયા બપોરના 12: 35 મિનિટ પર ગાયબ થઇ ગયા હતા.વડોદરાનો અક્ષાંસ 22.19 એટલે કે બરોબર સૂર્યના ડેકલેનેશન સાથે મેચ થાય છે. એટલે આજે સૂર્ય બરાબર માથા પર આવી જ ગયો હતો.જેના કારણે જે તે વસ્તુના પડછાયા તેની નીચે જતા રહ્યા હતા.એટલે કે પડછાયા ગાયબ થઇ ગયા હતા.આમ આ ઘટના દર વર્ષે થાય છે અને વર્ષમાં બે વખત થતી હોય છે. પરંતુ જુલાઈમાં વાદળોના કારણે દેખાય નહીં.જોકે આજે જે ઘટના બની તે વડોદરા માટે બહુ વર્ષો પછી બની છે.
કેમકે સૂર્યનું ડેકલેનેશન આપણા અક્ષાંશ સાથે મેચ થાય છે.પૃથ્વી 37 અક્ષાંસ નમેલી છે.જેના કારણે સૂર્યનું ઉતરાણ દક્ષિણ તરફે થાય તેના કારણે આ ઘટના ઘટે અને એ ઘટના ઘટવાની પાછળનું કારણ સૂર્યનો આકાશી જોડાવ આપણા અક્ષાંસ સાથે મેચ થાય.એટલે પડછાયો ગાયબ નથી થતો પડછાયો સાથ નથી છોડતો એ આપણા બાપ દાદા કહેતા હતા.પરંતુ વર્ષમાં બે વખત પડછાયો સાથ છોડે છે.અને આજના દિવસે વડોદરામાં તો સોલિડ ઓબ્જેક્ટ પાંચ મિનિટ માટે અને રાઉન્ડ હોલોપ એક મિનિટ માટે પડછાયાએ સાથ છોડયો હતો.જેથી કરીને મનુષ્યનો પડછાયો પણ પોતાના શરીરની નીચે જતો રહ્યો હતો.