ગાંધીધામ: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીના (Election) પરિણામ (Result) ગણતરીના કલાકોમાં જ સામે આવશે. ત્યારે વિધાનસભાની 6 બેઠક ધરાવતા કચ્છ જિલ્લાની ગાંધીધામમાં (Gandhidham) પણ મતગણતીની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ગાંધીધામ કોંગ્રેસના બેઠકના ઉમેદવાર ભરત સોલંકીએ (Bharat Solankis) મતદાન કેન્દ્ર પર પહોંચી હંગામો કર્યો હતો.
સોલંકીએ EVM મશીન મામલે તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે નારાજગી વ્યક્ત કરતા ધરણાં શરૂ કરી દીધા છે. જ્યારે મતગણતરીના 5 દરમિયાન EVM મશીનનું શીલ તૂટેલી હાલતમાં જોતા જ હંગામો કર્યો હતો. તેમજ EVM સાથે ચેડાં કર્યા હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. ત્યાર તેમણે પોતાના ગળામાં રહેલા પટ્ટા વડે ગળે ટૂંપો ખાવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે ભરત સોલંકીના હંગામા બાદ પોલીસે તેમને અટકાવ્યા હતા. વહીવટી તંત્રના અધિકારીઓએ સોલંકીને સમજાવ્યા હતા. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર સામે ભાજપના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી હાલ તેમનાથી 469 મતથી આગળ ચલી રહ્યા છે.
જાણો કોણ છે ભરત સોલંકી?
ભરત સોલંકીએ આ અગાઉ કહ્યું હતું કે હું મીઠામાં જ જન્મયો છું અને મીઠામાં જ મરીશ. તેમણે કહ્યું કે હું એ જ પ્રમાણે મીઠાના અગરમાં જરૂર પડે તો કામ કરી શકું છું. ભરત સોલંકી 9 પાસ છે અને કંડલા પોર્ટ નજીકના જીરા બંદર પાસે તેઓના દાદા અને બાપુજી હાજરિયા તરીકે કામ કરતા હતા. તેઓ મીઠાના અગર બનાવતા હતા.
ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં આજે ત્રી પાંખિયો જંગ ખેલાશે. રાજ્યનાં તમામ શહેરોમાં મતગણતરી શરુ થઇ ગઈ છે. જેમ જેમ EVM ખુલશે તેમ તેમ ગુજરાતનો તાજ કોના શિરે જશે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. ગુજરાતની કુલ 182 બેઠકો પર 1621 ઉમેદવારોના ભાવીનો આજે ફેંસલો આવશે. ગુજરાતની કુલ 182 બેઠકો પર 1621 ઉમેદવારોના ભાવીનો આજે ફેંસલો આવશે. ગુજરાતની કુલ 182 બેઠકો પર 1621 ઉમેદવારોના ભાવીનો આજે ફેંસલો આવશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 11 ડિસેમ્બરે શપથવિધિ
10મી ડિસેમ્બરે કમલમ ખાતે મળશે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય દળની બેઠક યોજાશે. 11 ડિસેમ્બરના રોજ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થશે નવી સરકારની શપથવિધિની શક્યતા.
ભાજપનો 150 સીટનો રેકોર્ડ
ગુજરાતમના ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું છે. હાલનાં ટ્રેન્ડ પ્રમાણે ભાજપ 150 સીટ પર આગળ વધી રહ્યું છે. જેને જોતા એવું લાગી રહ્યું છે કે આપનો હવાઈ મહેલ તૂટી રહ્યો છે. ધોરાજી બેઠક પર કોંગ્રેસના લલિત વોરાએ હાર સ્વીકારી છે તેઓએ જણાવ્યું કે, આપ ભાજપની બી ટીમ છે, આપ કોંગ્રેસના મતો કાપી રહયુ છે.