નવી દિલ્હી: ચીનમાં (China) યોજાયેલી એશિયન ગેમ્સમાં (Asian Games 2023) ભારત (India) એક પછી એક શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીમાં કુલ 62 મેડલ (Medal) મેળવ્યા છે. જેમાં પ્રથમ દિવસે પાંચ, બીજા દિવસે છ, ત્રીજા દિવસે ત્રણ, ચોથા દિવસે આઠ, પાંચમા દિવસે ત્રણ, છઠ્ઠા દિવસે આઠ, સાતમા દિવસે પાંચ, આઠમા દિવસે 15 મેડલ અને નવમા દિવસે સાત મેડલ મળ્યા હતા. આજે ભારતની કુલ મેડલ સંખ્યા 70ને પાર જઇ શકે છે.
ભારતની સ્ટાર એથ્લેટ અનુ રાનીએ એશિયન ગેમ્સમાં મહિલાઓની જૈવલીન સ્પર્ધામાં પોતાનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. ગત એશિયન ગેમ્સમાં તે મેડલ જીતી શકી ન હતી. પરંતુ આ વખતે તેણે શાનદાર વાપસી કરી છે. અનુ રાનીએ 62.92 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે તેના ચોથા પ્રયાસમાં આ કારનામું કર્યું હતું. પારુલ ચૌધરીએ મહિલાઓની 5000 મીટર દોડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તે રેસના છેલ્લા કેટલાક મીટરમાં જાપાનની રિરીકા હિરોનાકાથી આગળ નીકળી ગઈ હતી. ભારતનો આ 14મો ગોલ્ડ મેડલ છે.
અર્જુન સિંહ અને સુનિલ સિંહે પુરુષોની કેનો ડબલ 1000 ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતનો આ દિવસનો પ્રથમ મેડલ છે. આ સાથે ભારતના કુલ મેડલની સંખ્યા વધીને 61 થઈ ગઈ છે. જ્યારે મહિલા તીરંદાજીની સેમી ફાઇનલમાં ભારતની જ્યોતિએ દેશબંધુ અદિતિને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જ્યોતિને ઓછામાં ઓછા સિલ્વર મેડલની ખાતરી છે. આ સાથે જ અદિતિએ બ્રોન્ઝ મેડલ મેચ રમવી પડશે. જ્યોતિએ 149 માર્કસ મેળવ્યા છે, જ્યારે અદિતિએ 146 માર્ક્સ મેળવ્યા છે.
પ્રીતિએ બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેને સેમિફાઇનલમાં ચીનની યુઆન ચાંગ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે એશિયન ગેમ્સમાં તેની સફરનો અંત આવ્યો. તે અહીંથી બ્રોન્ઝ મેડલ અને પેરિસ ઓલિમ્પિક માટે ક્વોટા સાથે રવાના થશે. હોકીમાં ભારતીય મહિલા ટીમે હોંગકોંગને 13-0ના માર્જીનથી હરાવ્યું હતું. આ સાથે ભારત ગ્રુપ સ્ટેજમાં અજેય રહ્યું છે. આ મેચમાં ભારત તરફથી દીપ ગ્રેસ એક્કા અને દીપિકાએ હેટ્રિક ફટકારી હતી. ટીમ ઈન્ડિયા પોતાના ગ્રુપમાં ટોચ પર રહીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન પહેલેથી જ નિશ્ચિત કરી ચૂકી છે.
અભિષેકે તીરંદાજીમાં ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણે અંતિમ ઓવરમાં બે 10 અને એક નવ રન બનાવ્યા હતા. તેણે સેમીફાઈનલમાં જૂ જેહૂનને બે પોઈન્ટથી હરાવ્યો હતો. 147-145 ના સ્કોરકાર્ડ સાથે, તેણે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે અને ઓછામાં ઓછું સિલ્વર મેડલ નિશ્ચિત છે. કરણ કેસી અને અબિનાશ બોહરા ક્રિઝ પર છે. પુરુષોની તીરંદાજીમાં ભારતના બે ખેલાડીઓ ફાઇનલમાં પહોંચ્યા છે. અભિષેક અને ઓજસ ફાઇનલમાં ગોલ્ડ મેડલ માટે જોર લગાવશે. આવી સ્થિતિમાં ભારતને એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મળશે તે નિશ્ચિત છે. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહે છે કે બેમાંથી કોણ ગોલ્ડ મેડલ જીતે છે.