Sports

Asia Cup 2023: તમામ 6 ટીમોની જાહેરાત, પહેલીવાર મેદાનમાં ઉતરશે નેપાળ

નવી દિલ્હી: એશિયા કપ 2023માં (Asia cup 2023) ભાગ લેનારી તમામ છ ટીમોની જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાને પ્રથમ અને ટૂર્નામેન્ટ શરૂ થવાના એક દિવસ પહેલા શ્રીલંકાએ છેલ્લે તેમની ટીમની જાહેર કરી છે. ટીમ ઈન્ડિયા માટે કુલ 17 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જેની આગેવાની રોહિત શર્મા કરી રહ્યા છે. વર્ષ 2018 બાદ હવે એશિયા કપ ODI ફોર્મેટમાં રમાઈ રહ્યો છે, કારણ કે ODI વર્લ્ડ કપ પણ ઓક્ટોબરથી યોજાવાનો છે. આવી સ્થિતિમાં તમામ ટીમોને તૈયારી કરવાનો મોકો મળશે. આ વખતે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ઉપરાંત નેપાળની ટીમ પણ પ્રથમ વખત ક્વોલિફાય થઈ છે. જે બે ગૃપમાં રમવામાં આવશે. પ્રથમ મેચ 30 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલતાનમાં રમાશે.

ગૃપ-A

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, ફેમસ ક્રિષ્ના, સંજુ સેમસન

પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, ઇમામ-ઉલ હક, સલમાન અલી આગા, ઇફ્તિખાર અહેમદ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હરિસ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ઉસામા મીર, ફહીમ અશરફ, હરિસ રઉફ, મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ, શાહીન આફ્રિદી, સઈદ શકીલ, તૈયબ તાહિર

નેપાળ: રોહિત પૌડેલ (કેપ્ટન), કુશલ ભુર્તેલ, આસિફ શેખ, ભીમ શાર્કી, કુશલ મલ્લા, આરિફ શેખ, દીપેન્દ્ર સિંહ એરે, ગુલશન ઝા, સોમપાલ કામી, કરણ કેસી, સંદીપ લામિછાણે, લલિત રાજબંશી, પ્રતિત જીસી, મૌસમ ધકાલ, સંદીપ જોરા , કિશોર મહતો , અર્જુન સઈદ

ગૃપ- B

બાંગ્લાદેશ: શાકિબ અલ હસન (કેપ્ટન), લિટન દાસ, નજમુલ હુસૈન શાંતો, તૌહીદ હૃદયોય, મુશફિકુર રહીમ, અફીફ હુસૈન ધ્રુબો, મેહદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, મુસ્તફિઝુર રહેમાન, શોરફુલ ઈસ્લામ, નસુમ અહેમદ, શાક મહેદી હસન. નઈમ શેખ, શમીમ હુસૈન, તનજીદ હસન તમીમ, તનજીમ હસન સાકિબ

અફઘાનિસ્તાન: હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ, ઇબ્રાહિમ ઝદરાન, રિયાઝ હસન, રહેમત શાહ, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, ઇકરામ અલીખિલ, રાશિદ ખાન, ગુલબદ્દીન નાયબ, કરીમ જનાત, અબ્દુલ રહેમાન, શરાફુદ્દીન અશરફ, મુજીબ ઉર રહેમાન, નૂર અહેમદ. , સુલેમાન સફી, ફઝલહક ફારૂકી.

શ્રીલંકા: દાસુન શનાકા (કેપ્ટન), પથુમ નિસાનાકા, દિમુથ કરુણારત્ને, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (વાઈસ-કેપ્ટન), ચરિત અસલંકા, ધનંજય ડી’સિલ્વા, સદીરા સમરવિક્રમા, મહિષ તિક્ષાના, દુનિથ વેલેજ, મથિશા પથિરન, દુનિથ રાજેશ, કથિતશાન. હેમંત. બિનુરા ફર્નાન્ડો, પ્રમોદ મદુશન.

Most Popular

To Top