SURAT

સુરતના આ વિસ્તારમાં અશાંતધારાનું પાલન કરાવવા માટે હિન્દુઓએ બેનરો લગાવવા પડ્યા, જાણો કેમ?

સુરત: (Surat) શહેરના ચોક્કસ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાયો છે પરંતુ આ વિસ્તારોમાં અશાંતધારાનું સરેઆમ ઉલ્લંઘન (Violation) થઈ રહ્યું છે ત્યારે અશાંતધારાના કાયદાઓના (Laws) ચુસ્ત અમલ (Execution) માટે અને પ્રજાને (people) મિલકત (Property) માટે થતી મુશ્કેલીઓમાં મદદરૂપ થવા જાહેર જનતાને સૂચન કરતાં બેનરો ગોપીપુરા ક્ષેત્ર સંવર્ધક સમિતિ અને હિન્દુ (Hindu) યુવા વાહીનીની દ્વારા લગાવાયા છે. શહેરમાં કોટ વિસ્તારમાં વિવિધ મહોલ્લા અને જાહેર સ્થળોએ આ બેનરો લગાવાયા છે.

અશાંતધારાના કાયદા હેઠળ આવતી મિલકતો અને કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઝડપી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વર્ષોથી મૂળ સુરતના વિસ્તારની અંદર હવે ચોક્કસ વર્ગના લોકો સતત મિલકતો ખરીદી કરવાનો પ્રયાસ કરીને એક પ્રકારની ધાર્મિક ધર્મની દ્રષ્ટિએ વસ્તીમાં અસંતુલન ઊભું કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. કોઈ જો અશાંતધારાનું ઉલ્લંઘન કરે તો આ સમિતિઓને સંપર્ક કરવા માટે બેનરમાં (Banner) જણાવાયું છે.

અગાઉ અશાંતધારાના કાયદાનું ઉલ્લંઘ કરનાર વિરુદ્ધ કાર્યવાહી થઈ છે

આ અગાઉ સપ્ટેમ્બર મહિનામાં અડાજણના ગોરાટ વિસ્તારમાં મુસ્લિમ ભાગીદારો હોવાની વિગતો છુપાવીને અશાંતધારો (Ashant Dhara) લાગુ હોવા છતાં હિન્દુ (Hindu) ભાગીદારોના નામે અરજી કરી પ્રોજેકટની પરવાનગી લેનાર ‘રેહાન હાઈટ્સ’ નામની બિલ્ડિંગનો પરવાનો (Building permission) રદ્દ કરી દેવાની સાથે બાંધકામ (Construction) અટકાવવા માટે કલેકટર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. રેહાન હાઈટ્સ નામનો આ પ્રોજેકટ લગભગ 125 કરોડનો પ્રોજેકટ હતો. આ પ્રોજેકટમાં અત્યાર સુધીમાં 3 ટાવર ઊભા કરાયા હતા. ગોરાટ હનુમાનજી ક્ષેત્ર સંવર્ધક સમિતી દ્વારા ફરિયાદ કરવામાં આવતા જિલ્લા કલેકટર દ્વારા અશાંત ધારા હેઠળ જગ્યાને ડેવલપ કરવાની અપાયેલી પરવાનગી રદ કરી દેવામાં આવી હતી.

જ્યારે સુરત મનપાએ શહેરના જૂના વિસ્તારમાં અશાંતધારાનો ભંગ કરી તાણી દઈ વસવાટ શરૂ કરી દેવાયાના કિસ્સામાં બિલ્ડિંગ તોડી પાડવામાં આવી હતી. સુરતમાં સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં.૧૧(નાણાવટ), નોંધ નં.૬૧૯,૬૨૦ તથા ૧૧૮૩૨નાં મિલકતદારો નયનાબેન પટેલ તથા અન્યો દ્વારા સુરત મહાનગરપાલિકાની કોઈપણ મંજૂરી લીધા વિના બાંધકામ કરી દીધું હોવાથી અગાઉ ચાર વખત ગેરકાયદે બાંધકામ દૂર કરવા છતાં મિલકતદારો દ્વારા બાંધકામ કરી દેવાયું હતું. જો કે, આ મિલકતમાં અશાંતધારા હેઠળ કોર્ટમાં પણ ફરિયાદ થઇ છે. મિલ્કતદાર હિન્દુ પરંતુ મકાન બાંધનાર અન્ય કોમના હોવાની ફરિયાદ થઈ હતી.

Most Popular

To Top