વડોદરા: કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે ગુરુવારના રોજ મળેલી કોર્પોરેશનની સામાન્ય સભામાં રજૂ થયેલા કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ દરમિયાન કોર્પોરેશનના મેદાનમાં વ્યક્તિગત બોર્ડ મુદ્દે હોબાળો સર્જાયો હતો.
ગુરૂવારના રોજ કોર્પોરેશનની વળી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે કોર્પોરેશનની સામાન્ય સભા મળવા પામી હતી. આ દરમિયાન રજૂ થયેલા કામોને બહાલી આપી હતી. ખાસ કરીને સભા દરમિયાન મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ પોતાના વિસ્તારના મેદાનમાં નામ પોતાના નામ જોગ બોર્ડ મૂકી કોર્પોરેશનની જમીન પચાવવા જેવું કૃત્ય આચર્યું છે.
આ મામલે વિપક્ષે ભારે હોબાળો મચાવી કોર્પોરેશનના પ્લોટ ઉપર દબાણ તાત્કાલિક ધોરણે દૂર કરવા અને શહેરમાં ઠેર ઠેર હોડીંગસ મામલે સવાલો ઉઠાવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે કામોની સામાન્ય સભા મળી હતી જે કામોની સામાન્ય સભામાં પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ પાલિકાના જમીનના ઉપયોગ મુદ્દે બોલતાં હતાં તે વાત માં કોંગી કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા સુર પુરાવ્યો હતો જે વેળાએ વડોદરાના મેયર કેયુર રોકડિયા એ તમારા વિસ્તારના ગરબા ગ્રાઉન્ડ પર તમારું પાટિયું છે તેમ કહેતાં મામલો ગરમાયો હતો અને શાબ્દિક તું.. તું…મે…મે..પણ થઈ હતી આ મુદ્દે શાસક અને વિપક્ષ વચ્ચે આક્ષેપો પ્રતિ આક્ષેપો પણ થયા હતા.