સગવડો વધતા આપણે શારીરિક અને માનસિક રીતે લકવાગ્રસ્ત થઇ ગયા. ગૃહ ઉપયોગી સાધનો ખોટકાય એટલે જાણે મોતિયા મરી ગયા. વોશિંગ મશીન, ડીશ કલીનર, ઘરઘંટી, ઓવન, ટીવી, મોબાઇલ,વ્હીકલ ખોટકાય એટલે જાણે આપણો ભવ બગડયો. જયારથી આપણા હાથપગનું કામ મશીનોએ કરવા માંડયું અધુરામાંપૂરું રોબોટે આપણી રહી સહી શકિત છીનવી લીધી. આપણે વેજીટેબલ થઇ ગયા. રેઝીશટેન્શ પાવરના ઘટાડાથી રોગીષ્ટ બેકટેરીયાઓનો હુમલો થવા માંડયો, આધુનિકતા એ શ્રાપ છે.
સુરત – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.