મુંબઈ: 2023ની શરૂઆતથી જ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (Artificial Intelligence) એટલે AI ચર્ચામાં છે. એમ તો આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ અને ટેક્નોલોજીનો દરેક દિવસે વિકાસ થઈ રહ્યો છે અને તેનો ઉપયોગ વિવિધ સેક્ટરમાં થવા લાગ્યો છે. હેલ્થકેર (Healthcare) અને મેડિકલ (Medical)પણ એવા જ ક્ષેત્રો છે જેમાં ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરી શકાય છે.
હાલમાં અમૃતા વિશ્વ વિદ્યાપીઠએ દેશનું પ્રથમ એવું ડિવાઈસ બનાવ્યું છે જે માત્ર આંખોના ઈશારા પર જ લોકોને વિશ્વ સાથે સંપર્ક સાધવામાં મદદ કરશે. આ ડિવાઈસનું નામ નેત્રવાદ (Netravaad) રાખવામાં આવ્યું છે. વિશ્વમાં એવા અનેક લોકો છે, જેઓ કંઈક કારણે બોલી શકતા નથી. બસ આવા જ લોકો માટે રિસર્ચરોએ આ ડિવાઈસનું નિર્માણ ર્ક્યુ છે. જે આંખોના ઈશારો કામ કરશે.
આ ડિવાઈસમાં આ સાધનોનો ઉપયોગ થયો છે?
નેત્રવાદ નામના આ ડિવાઈસમાં કેમેરા, સ્પીકર, કંટ્રોલર અને બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે. વૈજ્ઞાનિકો અનુસાર, આ ડિવાઈસને સિંગલ ચાર્જ કરતાં તે 6 કલાક સુધી કામ કરી શકે છે.
નેત્રવાદ AIની મદદથી આવી રીતે કરશે કામ
આ ડિવાઈસમાં લગાવવામાં આવેલો કેમેરો યૂઝરના આંખોથી સાઈનને ડિટેક્ટ કરે છે, જેને અલ્ફાબેટ્સ, શબ્દો અને વાક્યોમાં બદલવામાં આવે છે. આના માટે AI અલ્ગોરિધમ Sharani નો ઉપયોગ કરવામાં આવ્યો છે. AI ની મદદથી ડિટેક્ટ કરવામાં આવેલા શબ્દો અથવા વાક્યોને સ્ક્રીન પર મોકલાવે છે. આ ડિવાઈસમાં સ્પીકર પણ આપવામાં આવ્યા છે, જે બીજા યૂઝરને ફિલીંગ્સ સમજાવવા માટે મદદ કરે છે.
એડવાન્સ ડેવલપ ફેઝમાં છે
આ ડિવાઈસને એવી રીતે ડેવલપ કરવામાં આવ્યું છે કે, બેડ પર સૂતેલો માણસ ડિવાઈસના માધ્યમથી બીજાને પોતાની ફિલીંગ્સ અને વાતો કહી શકે છે. હાલમાં નેત્રવાદ પોતાના એડવાન્સ ડેવલપ ફેઝમાં છે.
નેત્રવાદ કંઈ ભાષામાં કામ કરશે?
આ ડિવાઈસ અંગ્રેજી ભાષામાં કામ કરી રહ્યું છે, જ્યારે મલયાલમ અને હિન્દી ભાષામાં તેનું ટ્રાયલ શરૂ છે. આ ઉપરાંત, આ ડિવાઈસમાં હાઈ-ઈન્ટરેક્ટીવ ઈન્ટરફેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે યૂઝર્સને કમ્ફર્ટેબલ એક્સપીરિયન્સ આપશે.
ડિવાઈસના યૂઝરને આપવામાં ટ્રેનિંગ
નેત્રવાદ એક પોર્ટેબલ અને લાઈટવેટ ડિવાઈસ છે. આ ડિવાઈસના ઉપયોગ માટે દર્દીને ટ્રેનિંગ આપવામાં આવશે. ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ દર્દી માત્ર આંખોની મદદથી આ ડિવાઈસનો ઉપયોગ કરી શકશે.