Charchapatra

‘ધ કાશ્મીર ફાઇલ’માં 370ની કલમ રદ થયાની વિગત નથી

વિવેક અગ્નિહોત્રી નિર્દેશિત ધ કાશ્મીર ફાઇલે 1990માં બનેલ કાશ્મીરની સત્ય ઘટનાને રૂપેરી પડદે પ્રદર્શિત કરી ભારતભરમાં ચકચાર ફેલાવી દીધો છે. ભારતના ત્રણ રાજ્યમાં કરમુકત જાહેર થયેલ અંતમાં ખામી એ જોઉં છું કે ફિલ્મમાં કાશ્મીરને 370ની કલમથી મુકત કરવાની માંગ પ્રદર્શિત કરવામાં આવી છે તે જોતા ભારત સરકારે 370ની કલમ રદ કરી છે તે ફિલ્મના અંતમાં બતાવી 370ની કલમની મુકિત બાદનું કાશ્મીરનું માહોલને રૂપેરી પડદે ચમકાવ્યું હોત તો ફિલ્મની અને ભારત સરકારની ખરી મહેનતને ઉજાગર કરી શકાય હોત. ખેર! આ ફિલ્મની શરૂઆતમાં કે અંતમાં રાષ્ટ્રગાન ફરજીયાત કરવું જોઇએ. ફિલ્મ માત્ર એકવાર જોવાથી તેમાંની ગર્ભિત વાતો નહીં સમજાય તેથી તે વધુ વાર જોઇ દિગ્દર્શક અને કલાકારોની મહેનત અને ભાવનાની કદર કરવી જ રહી.
સુરત              – પરેશ ભાટિયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top