આ સુરતીલાલાઓએ ભારે કરી. કોર્પોરેશનમાં કોંગ્રેસના ભોગે કેજરીવાલ પાર્ટીએ, ઝાડુએ, પંજાને પછાડયો. આમ તો રાજયમાં રાષ્ટ્રિય પાર્ટી બીજેપી-કોંગ્રેસ સત્તામાં હોય છે અને હોવી જોઇએ, છતાં મતદાતાઓએ તાસીર બદલી સુરતમાં ‘બકરી કાઢી ઊંટ’ ઘાલ્યું. કેજરીવાલ સરકારે દિલ્હીમાં રાજકીય ગંદવાડ સાફ કરવાને બદલે ફેલાવો કર્યો છે. પોતાના શાસનમાં ભાગલા અને ભ્રમ ફેલાવીને રાજ કરે છે. એવું શું ગરવી ગુજરાતમાં થવા દેવું છે? કેજરીવાલ ગુજરાતમાં શાહીન બાગ જેમ અંધાધૂંધી અને પાટીદારો દ્વારા પ્રદર્શનો તોફાન કરાવે તો નવું ન લાગવું જોઇએ. ગુજરાતના જાગૃત મતદારો હવે આ ભૂલ ન કરે. બીજેપી યા કોંગ્રેસ જેવી રાષ્ટ્રિય પક્ષોની નિષ્ઠામાં વિશ્વાસ કરવો યોગ્ય રહેશે. કેજરીવાલનું આગમન સારો અને સાચો સંકેત તો નથી જ!
અમદાવાદ – અરુણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.