National

ફેક TRP સ્કેમમાં અરનબ ગોસ્વામીની BARCના પૂર્વ વડા સાથેની ચેટ થઇ વાયરલ

નવી દિલ્હી (New Delhi): “તાલાબમેં રહે કે મગર મચ્છ સે બૈર” – આ કહેવત હવે અરનબ ગોસ્વામીને લાગુ પડે છે. સતત વિપક્ષની ટીકા કરતો અને સુશાંત સિંહ રાજપૂતના મોત પછી બોલીવુડની પોલ ખોલતા દેશનાં ટોચના પત્રકાર અરનબ ગોસ્વામી પર મહારાષ્ટ્ર સરકાર આમ પણ નજર તાકીને બેઠી હતી. હવે તો તેમની પાસે પુરાવા પણ આવી ગયા છે. ગઇકાલે અરનબ ગોસ્વામીની BARC (Broadcast Audience Research Council) ના પૂર્વ ચીફ પાર્થો દાસગુપ્તા (Partho Dasgupta) સાથેની એક લાંબી વોટ્સએપ ચેટ વાયરલ થઇ છે.

25 માર્ચ 2019ના રોજની આ ચેટમાં BARCના પાર્થો દાસગુપ્તાએ BARCનો એક ખાનગી પત્ર અરનબ ગોસ્વામીને મોકલ્યો હતો. પાર્થોએ કહ્યું હતું કે તે NBA એટલે કે ન્યુઝ બ્રોડકાસ્ટર એસોસિએશનને અટકાવવાની કોશિશ કરી રહ્યો છે. (ન્યુઝ બ્રોડકાસ્ટર એસોસિએશનના પ્રેસિડેન્ટ ઇન્ડિયા ટુડેના ચીફ એડિટર રજત શર્મા છે.) પાર્થોએ કહ્યું કે રજત શર્મા તેની પાછળ પડ્યા છે.  પાર્થોએ અરનબને વિનંતી કરી કે તે કેન્દ્રમાંથી મદદ મેળવીને તેને રજતથી બચાવે.

આની સામે અરનબ દાવો કર્યો કે આ ક્ષેત્રમાં રજતની કોઈ ગજ વાગતી નથી. અરનબે એમ પણ કહ્યું કે તે આવતી કાલે દિલ્હી જઈ રહ્યો છે. પાર્થોએ વિનંતી કરી કે અરનબ દિલ્હીમાં કોઈ વ્યક્તિને રજત શર્મા, NBA અને TRAIને નિયંત્રણમાં રાખવા કહે. આ ચેટમાં વારંવાર એક કેન્દ્ર સરકારના દિગ્ગજ નેતાનું નામ સામે આવી રહ્યું છે જેમાં ગોસ્વામી દાવો કરે છે તેની તે મોટા નેતા સાથે ઉઠક-બેઠક છે. પાર્થો દાસગુપ્તા ગોસ્વામીને કહેતા દેખાઈ રહ્યા છે કે શું તે PMOમાં મીડિયા એડવાઇઝર બનવામાં મદદ કરી શકે છે. જેમાં જવાબમાં અરનબ કહે છે તે તેની મોટા નેતા સાથે ઉઠવા બેસવાનું છે તો જોઈશ કે તેમાં તે શું કરી શકે છે.

ચેટમાં જોઈ શકાય છે કે કઈ રીતે રિપબ્લિક ટીવીની રેટિંગ્સ વધારવા માટે ગોસ્વામી અને દાસગુપ્તા ખેલ ખેલી રહયા છે. દાસગુપ્તાએ કેન્દ્ર સરકારમાં ટોચના લોકોથી મદદની શરતે ગોસ્વામી સાથે ઘણી બધી માહિતીઓ પણ શેર કરી રહ્યા છે જે ગુપ્ત છે. ચેટમાં દાસગુપ્તા એમ પણ કહેતા દેખાઈ રહ્યા છે કે તેમણે સરકારને આ પહેલા ઘણીવાર મદદ કરી છે. મુંબઇ પોલીસને અરનબ વિરુદ્ધ પુરાવા જ જોઇતા હતા અને તે મળી ગયા છે. હવે મુંબઇ પોલીસ ફેક TRP કેસમાં છોડશે નહીં એવુ લાગે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top