બ્યુનોસ એરેસ: દક્ષિણ અમેરિકાના આર્જેન્ટિના(Argentine ) એક પરિવારે(family) મુસાફરી(trip)ની દુનિયામાં મોટો ઈતિહાસ બનાવ્યો છે. આ પરિવારે 22 વર્ષ સુધી સતત વિશ્વ(world)ની સફર કરી હતી. આ રોમાંચક યાત્રા વર્ષ 2000માં શરૂ થઇ હતી અને હવે તે પૂર્ણ થઇ રહી છે. જો કે અહી નવાઈની વાત એ હતી કે તેઓએ આ 22 વર્ષ સુધીની મુસાફરી તેમની 90 વર્ષ જૂની કારમાં કરી હતી. આ દરમ્યાન તેઓ વિશ્વના 5 ખંડોમાં ફર્યા હતા. તેમજ તેઓ માઉન્ટ એવરેસ્ટ નજીકથી પણ પસાર થયા હતા.
સામાન્ય રીતે પ્રવાસનો શબ્દ સાંભળતા જ લોકો આનંદમાં આવી જાય છે. પરંતુ પ્રવાસ ગમે તેટલો મોટો હોય અંતે તો ધરતીનો છેડો મારું ઘર. ટ્રાવેલની દુનિયામાં એક પરિવારે એવો ઈતિહાસ બનાવ્યો છે કે જેને સાંભળીને તમે ચોંકી ઉઠશો. આ અદ્ભુત પ્રવાસની કહાની છે આર્જેન્ટિનાના ઝૅપ પરિવારની. ઝેપ પરિવારનાં હર્મન અને કેન્ડેલેરિયા વર્ષ 2002થી પ્રવાસ કરી રહ્યા છે. હવે તેઓ પોતાની સફર પૂર્ણ કરી ફરી એ સ્થળે પહોચી ગયા છે જ્યાંથી તેઓએ આ સફરની શરુઆત કરી હતી.
22 વર્ષની મુસાફરીમાં 102 દેશમાંથી પસાર થયા
આ પરિવારનાં મુસાફરી કરવાનાં સપનાથી તેઓનાં સફરની શરુઆત 25 જાન્યુઆરી, 2000નાં દિવસથી થઇ હતી. હર્મને આ સફર વિશે જણાવ્યું કે, ‘અમે અમારા સપનાને ખતમ કરી રહ્યા છીએ અથવા અમારા સપના પૂરા કરી રહ્યા છીએ. મને આ વિશે જુદી જુદી લાગણીઓ છે. હવે હજારો ફેરફારો અને હજારો વિકલ્પોમાંથી શું આવશે. હર્મન, કેન્ડેલેરિયા અને તેમના બાળકોએ આ 22 વર્ષની લાંબી મુસાફરી દરમિયાન 3,62,000 કિમીનું અંતર કાપ્યું હતું. પ્રવાસ દરમિયાન તેઓ 102 દેશોમાંથી પસાર થયા હતા.
90 વર્ષ જૂની કારમાં કરી આટલી મોટી મુસાફરી
આ કપલે 6 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. તેની પાસે સારી નોકરી હતી અને ઘર પણ હતું. તેઓ પણ બાળકો પેદા કરવાનું આયોજન કરી રહ્યા હતા. આ સમય દરમિયાન તેને દુનિયાભરમાં ફરવાનો શોખ બની ગયો. વિશ્વ પ્રવાસ અલાસ્કામાં શરૂ થયો. આ દરમિયાન કોઈએ તેને વર્ષ 1928 મોડલની અમેરિકન કાર આપી હતી. આ કારનું એન્જિન ખરાબ હતું અને પેઇન્ટ પણ ઉતરી ગયો હતો. કેન્ડેલરિયાએ કહ્યું કે કાર સ્ટાર્ટ પણ થઈ નથી. તેમાં ન તો એસી હતું કે ન તો તેની સીટ સારી હતી.
મુસાફરી દરમિયાન 8 વખત ટાયર બદલવા પડ્યા
દંપતીએ જણાવ્યું કે આ કાર શહેરો, કાદવ અને રેતીમાં સારી રીતે ચાલી હતી. 22 વર્ષની સફરમાં તેણે માત્ર 8 વાર ટાયર બદલવું પડ્યું. આ સિવાય એન્જિનમાં બે વાર ઘણું કામ કરવું પડ્યું. આ કપલના બે બાળકોનો જન્મ રસ્તા પર ચાલતી વખતે થયો હતો. તેમાંથી એક હવે 19 વર્ષનો છે અને બીજો 16 વર્ષનો છે. આ પછી વધુ બે બાળકોનો જન્મ થયો. આ ચાર બાળકો માટે કારની અંદર સીટ પણ બનાવવામાં આવી હતી. પ્રવાસ દરમિયાન તે માઉન્ટ એવરેસ્ટ નજીકથી પસાર થયો હતો.
મુસાફરી દરમ્યાન આ પરિવારે કારને અડધી કાપી અને 40 સેમીની લંબાઈ ધરાવતી બીજી સીટ ઉમેરીને મોટી કરી હતી. તેણે કેનેડામાં જન્મેલી અને 14 વર્ષની પાલોમા અને ઑસ્ટ્રેલિયામાં 12 વર્ષની વૉલાબી માટે જગ્યા બનાવી. ટ્રક રસોડાના સ્ટોરેજ વિસ્તારની જેમ કાર્ય કરે છે, અને એન્જિનની ગરમીનો ઉપયોગ પાણીને રાંધવા અથવા ગરમ કરવા માટે થાય છે. કપડાં અને સાધનો બેઠકો હેઠળ સંગ્રહિત છે.
યુદ્ધ અને વિવાદને લઈ ઘણી વખત રસ્તો બદલવો પડ્યો
હર્મનની પત્ની કેન્ડેલેરિયાએ જ્યારે તે 29 વર્ષની હતી ત્યારે આ પ્રવાસ શરૂ કર્યો હતો. હવે તે 51 વર્ષની છે. તેણે કહ્યું કે તેની સૌથી મોટી શોધ તે લોકો છે જે તે રસ્તામાં મળ્યા હતા. કેન્ડેલેરિયાએ કહ્યું, ‘લોકો ખૂબ સરસ છે. માનવતા અવિશ્વસનીય છે.’ તેમણે જણાવ્યું કે આ મુલાકાત દરમિયાન તેઓ 102 દેશોમાંથી પસાર થયા. આ લોકો હવે ઉરુગ્વેની સરહદ સુધી પહોંચી ગયા છે. પરિવાર હવે રવિવારના રોજ બ્યુનોસ એરેસમાં ઓબેલિસ્ક સ્મારક પર આવ્યો હતો. આ સફરમાં તેણે યુદ્ધ અને અન્ય વિવાદોને કારણે ઘણી વખત પોતાનો રસ્તો બદલવો પડ્યો હતો. અને હર્મન હવે વિશ્વભરમાં દરિયાઈ સફર પર જવા માંગે છે.