ભરૂચ, અંકલેશ્વર: અંકલેશ્વર જી.આઈ.ડી.સી. (Ankleshwar GIDC) પોલીસે વાલિયા ચોકડી સ્થિત ઓમકાર-૧ શોપિંગ સેન્ટરમાં મુસ્કાન સ્પાની (Spa) આડમાં ચાલતા સેક્સ રેકેટનો (Sex Racket) પર્દાફાશ કરી સંચાલકને ઝડપી (Arrest) પાડ્યો હતો. અંકલેશ્વરની વાલિયા ચોકડી સ્થિત ઓમકાર-૧ શોપિંગ સેન્ટરમાં મુસ્કાન સ્પાના આડમાં કૂટણખાનું (Prostitution) ચાલતું હોવાની બાતમી જી.આઈ.ડી.સી. પોલીસમથકના વી.એ.આહીરને મળી હતી. તેમણે વિભાગીય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ડમી ગ્રાહક અને પંચો તૈયાર કરી ૨ મહિલા પોલીસ સહિત ૧૦ પોલીસ જવાનોને રેડ માટે તૈયાર કર્યા હતા. જેમાં ડમી ગ્રાહક સ્પા જતાં જ પોલીસ ઉપર મિસ્ડ કોલ કરતાં પોલીસે રેડ કરી હતી.
પોલીસને કાઉન્ટર ઉપરથી મૂળ યુપી અને હાલ શોપિંગ સેન્ટર ખાતે રહેતો સ્પાનો સંચાલક સાહિદખાન અખ્તરખાન (રહે.,SF-૧૪, ઓમકાર-૧માં આવેલ મુસ્કાન સ્પા, આનંદ હોટલની ઉપર, વાલિયા ચોકડી, અંકલેશ્વર, મૂળ રહે.,ઉત્તર પ્રદેશ) તેમજ મસાજ માટે આવેલો ઈસમ મળી આવ્યો હતો. જ્યારે સ્પાના રૂમોમાંથી કઢંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે યુવતી મળી આવી હતી. તો અન્ય રૂમમાંથી યુવતી કઢંગી હાલતમાં મળી આવી હતી. પોલીસે સ્પાના નામે દેહ વેપાર ચલાવતા સંચાલકની અટકાયત કરી હતી અને કાઉન્ટર તેમજ અંગ ઝડતીમાંથી રોકડા રૂ.૯૦૦૦ અને ૧ મોબાઈલ રૂ.૬૦૦૦ મળી કુલ રૂ.૧૫ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય એ છે કે, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલની નિમણૂક બાદ ગુનાહિત પ્રવૃત્તિ કરનારા સામે લાલ આંખ કરી છે. ત્યારે SP તરીકેની નિમણૂક બાદ સ્પાની આડમાં ચાલતું બીજું કૂટણખાનું ઝડપી પાડ્યું હતું.
સાગબારા પોલીસ સ્ટેશનથી માંડ 200 મીટરને અંતરે ચાલતું જુગારધામ ઝડપાયું
રાજપીપળા: નર્મદા જિલ્લાના સાગબારા ખાતે આંકફરકનો જુગાર રમતા એક મહિલા સહિત 7 જેટલા જુગરિયાને એલસીબીએ ઝડપી લીધાં હતા. પોલીસે તેમની પાસેથી 35250 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઇ જુગારધામ ચલાવનાર કૃણાલ મધુ ચૌધરીને વોન્ટેડ જાહેર કર્યો છે.
નર્મદા એલસીબીએ સાગબારા પોલીસમથકથી માત્ર 100થી 200 મીટરના અંતરે ચાલતા જુગારધામ ઉપર રેઇડ કરી હતી. જેમાં સાગબારાના જામલીફળિયામાં રહેતા સુગરાબેન પીરમહંમદ મકરાણી, પાનખલાના અમેશ વિનય વસાવા, કેલના જાલમસિંગ ઉદેસિંગ વસાવા, પંચાયત ફળિાયના સાહિલ શરીફ મકરાણી, તડવી ફળિયાના અમરસિંગ ફતુસિંગ પાડવી તેમજ નાના ફળિયાના પ્રતાપ ઉકડીયા વસાવા અને ઉભારિયાના સંદીપ ભીમસિંગ વસાવા સ્થળ ઉપરથી ઝડપાઇ ગયા હતા. આ જુગારધામ સેલંબાનો કૃણાલ મધુ ચૌધરી ચલાવતો હતો તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે અહીંથી રોકડા રૂપિયા 24,700, મોબાઇલ ફોન તેમજ કેલ્ક્યુલેટર મળીને કુલ રૂપિયા 32,250ની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો. એલસીબી પીઆઇ એ.એમ.પટેલની બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.