Dakshin Gujarat

લો તસ્કરો વાયર ઉપર હાથ ફેરો કરી ગયા !! અંકલેશ્વરના રેલવે ક્રોસિંગ પાસે ONGC કૂવાની બાઉન્ડ્રીમાં ચોરી

અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) ઉમરવાડા રેલવે ક્રોસિંગ (Railway Crossing) પાસે ONGC કુવાની બાઉન્ડ્રીમાંથી સિંગલ કોડના વાયરો (wires) મળી કુલ ૩૦ હજારથી વધુનો મુદ્દામાલ ચોરી બે લાખનું નુકસાન કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા.અંકલેશ્વરના ઉમરવાડા રેલવે ક્રોસિંગ પાસે ONGCનો કૂવો આવેલો છે. જે કૂવાની બાઉન્ડ્રીને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ સિંગલ કોરના વાયરો કાપી તેમાંથી ૨૦ મીટર વાયરોની ચોરી કરી હતી. જ્યારે બે લાખથી વધુના વાયરોને નુકસાન પહોંચાડ્યું હતું. તસ્કરો ૩૦ હજારથી વધુના સિંગલ કોડના વાયરોની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે ONGCના ભરતચંદ્ર શ્રીનીવાસુ ત્રિપરનેનીએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.

વ્યારામાં વાહન ચેકિંગ દરમિયાન વાહન ચોર ઝડપાયો
વ્યારા: વ્યારા નગરમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક યુવકને અટકાવી સઘન પૂછપરછ હાથ ધરતાં વાહન ચોરીનો ભેદ ઉકેલાયો હતો. આ યુવકે ત્રણ જેટલા વાહન ચોરીના ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. વ્યારા પોલીસે આ યુવકની અટક કરી વધુમાં તપાસ હાથ ધરી છે.વ્યારા નગરના દાદાજી સર્કલ પાસે પોલીસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન શાહરુખ ઉર્ફે ચેડું મુકતાર કાકર રહે. મગદુમનગર, કબ્રસ્તાન પાછળ વ્યારા જિ.તાપીને અટકાવી સઘન પૂછપરછ કરી હતી. જેમાં વાહન ચોરીના ગુનાઓ ઉકેલાયા હતા. વ્યારા પોલીસ સ્ટેશનમાં અગાઉ બે એકટીવા મોપેડ તેમજ મહારાષ્ટ્રના નવાપુરમાં સ્પ્લેન્ડર મોટરસાયકલ ચોરીના ગુના ઉકેલાયા છે. આમ વ્યારા પોલીસને વ્યારા પોલીસ મથકના બે અને નવાપુર પોલીસ મથકનો એક મોટરસાયકલ ચોરીનો ગુનો ઉકેલવામાં સફળતા મળી હતી.

ચોરાયેલી મોટર-બેટરી સહિતના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો
વ્યારા: વ્યારા વેગી ફળિયામાં રહેતા શખ્સને ઉનાઈ નાકા પાસેથી એલસીબીએ ચોરીના આશરે રૂ.૬૨ હજારનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.વ્યારા- ઉનાઈ નાકા પરથી એક ઈશમ પોતાની બ્લ્યુ કલરની એક્ટીવા મોપેડ ઉપર ચોરીની સબ મર્સીબલ મોટર લઇ પસાર થનાર છે, તેવી એલસીબીને મળેલ બાતમીના આધારે શકમંદ ઇશમ વિશાલ સંજય ચોધરી (ઉ.વ.૨૯)(રહે. વ્યારા, વેગી ફળીયા, અંબાજી મંદિરની પાછળ તા.વ્યારા જી.તાપી)ને પકડી તલાશી લેતા તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. એલસીબીએ તેના કબજામાંથી સબમર્સીબલ મોટર આશરે કિ.રૂ.૯૦૦૦ તથા એક્ટીવા મોપેડ નં.GJ-26-AD-5064 કિ.રૂ.૩૫૦૦૦, સનરાઇઝ કંપનીનો ઇલેક્ટ્રીક વજન કાંટો કિ.રૂ.૬૦૦૦ તથા એમેરોન કંપનીની ચાર નંગ બેટરી કિ.રૂ.૧૨૦૦૦ મળી કુલ્લે કિ.રૂ.૬૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની એલસીબીએ અટક કરી વ્યારા પોલીસને સોંપ્યો હતો.

Most Popular

To Top