અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર GIDCમાં ફેરિક એમલ લીકવીડની ટાંકીમાં કામદાર (Worker) પડતા મોત (Death) નીપજ્યું હતું. 16 દિવસ પૂર્વે બનેલી ઘટનામાં કામદારનું સારવાર દરમિયાન પટેલ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ (Hospital) ખાતે મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે GIDC પોલીસે (Police) ગુનો નોંધી તપાસ આરંભી હતી.
અંકલેશ્વર GIDCમાં પ્લોટ નંબર 2807/1 માં ફેરિક એલમ ઇન્ડસ્ટ્રીઝ કંપની આવેલી છે. જેમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના 32 વર્ષીય કામદાર મુનેશ નાથુ કોલ રાવત કામ કરતો હતો. આ કામદાર ગત 20મી નવેમ્બરના રોજ સવારે કંપનીમાં કામ કરી રહ્યો હતો. આ સમયે પાણીની મોટર પમ્પ નીચે ઉતારતી વેળા તેનો પગ લપસી જતા તે ગરમ ફેરિક એલમ કેમિકલ (Chemical) ભરેલી ટાંકીમાં પડી જતા આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો.
ટાંકીમાંથી તાત્કાલિક બહાર કાઢીને તેને સારવાર અર્થે અંકલેશ્વરની પટેલ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અહિં 16 દિવસની સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે સાથી કામદાર સંતોષકુમાર રાવત દ્વારા GIDC પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
પલસાણા તાલુકાના ઔધોગીક એકમમાં વધુ એક કામદા૨નુ મોત
પલસાણા: પલસાણા તાલુકાના જોળવા ગામે આવેલ એક મીલમાં ડ્રમ વોશર મશીન ૫૨ કામ કરતા એક યુવકનુ ફરજ દરમ્યાન મોત નીપજ્યુ હતુ. પલસાણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહીતી અનુસાર પલસાણા તાલુકાના ઔધોગીક એકમોમાં સતત કામદારોના મોતની ઘટના સામે આવી રહી છે. બે દીવસ અગાઉ પલસાણાની અનુભા મિલમાં બે કામદારો બોઇલ૨માં બેક ફાય૨ થતા ગંભીર રીતે દાઝી ગયા હતા.જેમાં એકનુ મોત નીપજ્યુ હતુ. જ્યારે અન્ય એક ગંભીર રીતે દાજી ગયેલ હોય તે સા૨વા૨ હેઠળ છે.
ત્યારે ફરી પલસાણા તાલુકાના જોળવા ગામે આવેલ વિ.એસ.કે મીલમાં ડ્રમ વોશર મશીન પર કામ કરતા દીપકભાઇ શીવભાઇ કોળી ઉ.વ ૨૦ ૨હે શીવ શક્તિ કોમ્પલેક્ષ તાતીથૈયા જેઓ મીલમાં ડ્રમ મશીન પર કામ કરી રહ્યા હતા. ત્યારે મશીનમાંથી કપડા કાઢતી વખતે મશીનની નીચે મુકાયેલ લોખંડની જાળીમાં તેનો પગ ફસાઇ જતા યુવક નીચે પડી ગયો હતો. અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેને લઇ તેઓને સારવાર માટે સ્મીમેર હોસ્પીટલ ખાતે ૧૦૮ મારફતે લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરતા આ અંગે પલસાણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.