અંકલેશ્વર: અંકલેશ્વર(Ankleshwar) જી.આઈ.ડી.સી. (G.I.D.C) વિસ્તારમાં આવેલા યોગી એસ્ટેટ પાસે એક ટેમ્પોમાં (Tempo) અચાનક આગ (Fair) ભભૂકી ઊઠતાં દોડધામ મચી ગઈ હતી. આગ ઉપર ગણતરીના સમયમાં કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી.પ્રાપ્ત વિગતો અનુસાર કેમિકલ (Chemical) ભરી એક ટેમ્પો અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં યોગી એસ્ટેટ (Yogi Estate) પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન અચાનક ટેમ્પોમાં આગ ફાટી નીકળી હતી. જો કે, સમયસૂચકતા વાપરી ટેમ્પોચાલક ટેમ્પોમાંથી બહાર નીકળી ગયો હતો. જોતજોતામાં ટેમ્પો આગની લપેટમાં આવી ગયો હતો. આ બનાવની જાણ થતાં ડીપીએમસીના લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
સિંગણપોરની હરિદર્શનો સોસા.ના બંધ મકાનમાં આગ લાગી
સુરત: સિંગણપોર ખાતે ગ્રાઉન્ડ સહિત બે માળના મકાનના પહેલા માળે શુક્રવારે સવારે 7 વાગ્યે એકાએક આગ લાગતા આજુબાજુમાં રહેતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી. મકાન બંધ હોય અને પરિવાર બહાર ગયો હોય કોઈ અઘટિત ઘટના બની ન હતી.
ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, સિંગણપોર ખાતે આવેલી હરિદર્શન સોસાયટીમાં ગ્રાઉન્ડ સહિત ત્રણ માળના મકાનમાં સવારે એકાએક આગ લગતાં આજુબાજુમાં રહેતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ફાયરમાં ઘટના અંગે જાણ થતાં મુગલીસરા અને કતારગામ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબુમાં લીધી હતી. મકાનમાં રહેતા પરિવારના સભ્યો બહાર ગામ ગયા હતા. જેના કારણે ઘર બંધ હતું અને પહેલા માળે આગ લાગી હતી. ઘુમાડો વધારે હતો જેથી વેન્ટિલેશન માટે કાંચની બારીઓ તોડવામાં આવી હતી. આગની લપેટમાં આવતા ટીવી, ફર્નિચર સહિત સામાન બળી ગયો હતો. પરિવાર ઘરે ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી.
અંકલેશ્વર GIDCમાં કેમિકલ ભરેલ ટેમ્પામાં આગ લગતા અફરાતફરી
By
Posted on