Dakshin Gujarat Main

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે જમીન સંપાદનમાં ભરૂચના ખેડૂતોને યોગ્ય વળતરની માંગ

અંકલેશ્વર: (Ankleshwar) ભરૂચ જિલ્લાના ખેડૂતોએ (Farmers) અગાઉ સુરત મુજબ જમીનોનું વળતર (Compensation of lands) અપાવવા એક્સપ્રેસ વેની કામગીરી કેટલીક વખત અટકાવી દીધી હતી. હાલ ભરૂચથી કીમ (Bharuch To Kim) સેક્શનમાં એક્સપ્રેસ વેને (Express Way) લઇ કામ ચાલી રહ્યું છે. સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા દિલ્હી પહોંચ્યા હતા.

થોડા દિવસ પહેલાં જ ભરૂચ MLA અને ઉપ મુખ્ય દંડકે એક્સપ્રેસ વેને લઈ નર્મદા નદી ઉપર પૂર્ણતાને આરે પહોંચેલા દેશના પહેલા સૌથી લાંબા ડબલ ડોઝ 8 લેન કેબલ બ્રિજની (Cable Bridge) મુલાકાત લીધી હતી. વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેની કામગીરી વડોદરા, ભરૂચ અને સુરત વચ્ચે તેજ ગતિએ આગળ વધી રહી છે. ત્યારે હજી પણ એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનારા જિલ્લાના ખેડૂતો યોગ્ય વળતરની માંગ સાથે તેઓનો વિરોધ વંટોળ સમયાંતરે પ્રગટ કરી રહ્યા છે.

દિલ્હી-મુંબઈને જોડતા દેશના આ સૌથી લાંબા એક્સપ્રેસ વેમાં ભરૂચ જિલ્લાના જમીન ગુમાવનારા લોકોને જમીન સંપાદનનું યોગ્ય વળતર મળી રહે એ માટે ગુજરાત સાથે ભરૂચ જિલ્લાના પ્રતિનિધિમંડળે બુધવારે દિલ્હી દરબારમાં ધામા નાંખ્યા હતા.
ભરૂચના સાંસદ, અંકલેશ્વર ધારાસભ્ય, જિલ્લા પ્રમુખે પ્રદેશ અધ્યક્ષ સાથે મળી દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીની રૂબરૂ મુલાકાત લીધી હતી. વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેની ચાલી રહેલી કામગીરીમાં જમીન સંપાદન બાબતે યોગ્ય વળતર મળે એ માટે ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિમંડળ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની આગેવાનીમાં દિલ્હી પહોંચ્યું હતું. પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત કિસાન સેલના આગેવાનોએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જમીન સંપાદનમાં ભરૂચ જિલ્લાના લોકોને યોગ્ય વળતર અપાવવા બાબતે રજૂઆત કરી હતી.

થોડા દિવસ પહેલાં જ ભરૂચની નર્મદા નદી ઉપર કુકરવાડા પાસે પૂર્ણતાના આરે પહોંચેલા દેશના પ્રથમ સૌથી લાંબા ડબલ ડોઝ 8 લેન કેબલ બ્રિજની મુલાકાત અને નિરીક્ષણ ભરૂચ ધારાસભ્ય અને ઉપ મુખ્ય દંડક દુષ્યંત પટેલે કર્યું હતું. તેઓએ બ્રિજને નિહાળવા સાથે બાજુમાં થઈ રહેલી દિલ્હી-મુંબઈ ફ્રેઈટ કોરિડોર ગુડ્ઝ ટ્રેન માટે અલિયાદા ટ્રેક અને તેનો નર્મદા નદી ઉપર બની રહેલા બ્રિજની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું.

Most Popular

To Top