મુંબઇ: આ દિવસોમાં અનિલ કપૂર (Anil Kapoor) ‘બલબીર સિંહ’ તરીકે પ્રભુત્વ જમાવી રહ્યા છે. ‘એનિમલ’માં (Animal) પિતાના રોલમાં જોવા મળેલા અનિલ કપૂર હવે ટૂંક સમયમાં જ પોતાની આગામી ફિલ્મ માટે તૈયાર છે. એનિમલ બાદ હવે અનિલ કપૂર હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘ફાઈટર’માં (Fighter) જોવા મળશે. આ દરમિયાન આ ફિલ્મનો તેમનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે, જેમાં તે ખૂબ જ પાવરફુલ લુકમાં જોવા મળી રહ્યા છે.
Group Captain Rakesh Jai Singh
— Anil Kapoor (@AnilKapoor) December 6, 2023
Call Sign: Rocky
Designation: Commanding Officer
Unit: Air Dragons
Fighter Forever 🇮🇳 #FighterOn25thJan #Fighter @iHrithik @deepikapadukone @justSidAnand pic.twitter.com/dTcgVtMP7F
જે પોસ્ટર સામે આવ્યું છે તેમાં અનિલ કપૂરનો ફાઇટર લૂક ઘણો જ પ્રભાવશાળી લાગે છે. આ ફોટોમાં અનિલ કપૂર કમાન્ડિંગ ઓફિસરના યુનિફોર્મમાં એકદમ ડેશિંગ લાગી રહ્યા છે. તેમના ઉપર, કાળા રંગના ગોગલ્સ તેમના દેખાવને વધુ શક્તિશાળી બનાવી રહ્યા છે. અનિલ કપૂરનો આ ડેશિંગ લુક જોતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. દરેક લોકો ઝક્કાસ અભિનેતાના વખાણ કરતા જોવા મળે છે. ચાહકો તેની ફિટનેસના વખાણ કરી રહ્યા છે.
યુઝર્સનું કહેવું છે કે તેમના લુકને જોઈને કોઈ એવું ન કહી શકે કે તે એક પૌત્રના દાદા અને ત્રણ બાળકોના પિતા છે. વાસ્તવમાં, ફાઈટરમાં અનિલ કપૂરનો લુક જોયા પછી તેમની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે, છેવટે તેઓ આ ઉંમરે પણ આટલા ફિટ દેખાય છે. તમને જણાવી દઈએ કે ‘ફાઈટર’માં અનિલ કપૂર ગ્રુપ કેપ્ટન રાકેશ જય સિંહના રોલમાં જોવા મળશે, જે પોતાના કોલ સાઈન ‘રોકી’થી ફેમસ છે. આવી સ્થિતિમાં ફિલ્મના તેમના ફર્સ્ટ લુકથી ચાહકોની ફિલ્મ જોવાની ઉત્સુકતા વધી ગઈ છે.
તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ આનંદે ‘ફાઈટર’નું નિર્દેશન કર્યું છે. જેનું નિર્માણ Viacom18 Studios અને Marflix Pictures દ્વારા કરવામાં આવ્યું છે. આ એક એક્શન ફિલ્મ છે જેમાં હૃતિક રોશન અને દીપિકા પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ ભારતના 75મા ગણતંત્ર દિવસના અવસર પર 25 જાન્યુઆરી, 2024ના રોજ રિલીઝ થવાની છે.