National

BBCની ડોક્યુમેન્ટ્રીના વિવાદને પગલે એન્ટોનીનું કોંગ્રેસમાંથી રાજીનામું

નવી દિલ્હી: દેશમાં બીબીસી ડોક્યુમેન્ટ્રી (BBC Documentary) વિવાદ વધતો જઈ રહ્યો છે. કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા અને કેરળના (Kerala) પૂર્વ મુખ્યમંત્રી એકે એન્ટોનીના (AK Antony) પુત્ર અનિલ એન્ટોનીએ (Anil Antony) ગુજરાતમાં 2002ના રમખાણો પર આધારિત બીબીસી ડોક્યુમેન્ટ્રી વિરુદ્ધ ટ્વિટ કર્યું હતું. આ ટ્વીટ કર્યા બાદ સોશિયલ મીડિયા પર તેની વિરોધ થવા લાગ્યો હતો તેમના માટે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ ટ્વીટ ડિલીટ કરવા માટે તેમના પર સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું. તેઓ પોતાની જ પાર્ટીની અંદરથી પણ સતત ટીકાઓનો સામનો કરી રહ્યા હતા અને આખરે આ બધા વચ્ચે બુધવારે કોંગ્રેસમાં પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું.

‘મારા માટે કોંગ્રેસ છોડવું યોગ્ય રહેશે’
કેરળના પૂર્વ મુખ્યમંત્રી એકે એન્ટોનીના પુત્ર અનિલે ટ્વીટ કરીને પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી કે ડોક્યુમેન્ટ્રી સામેની પોતાની ટ્વીટ પાછી ખેંચવા માટે તેમને ઘણા ‘અસહિષ્ણુ’ ફોન કોલ્સ આવ્યા હતા. અને આ મુદ્દા પર નફપરત ગાળો ફેસબુક વોલના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે રાજીનામાના પત્રનો એક ભાગ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. તેમણે લખ્યું કે ગઈકાલના ઘટનાક્રમ બાદ હું માનું છું કે કોંગ્રેસમાં કેપીસીસીના ડિજિટલ મીડિયાના સંયોજક અને AICC સોશિયલ મીડિયા અને ડિજિટલ કોમ્યુનિકેશન્સ સેલના રાષ્ટ્રીય સહ-સંયોજક તરીકે મારી ભૂમિકા છોડવી તે મારા માટે યોગ્ય રહેશે.

અનિલનું શું ટ્વીટ કર્યું?
અનિલે મંગળવારે ટ્વિટ કર્યું કે ભારતીય જનતા પાર્ટી સાથે તમામ મતભેદો હોવા છતાં, તેઓ માને છે કે બીબીસી અને ભૂતપૂર્વ બ્રિટિશ વિદેશ સચિવ અને ‘ઈરાક યુદ્ધના માસ્ટરમાઈન્ડ’ જેક સ્ટ્રોના વિચારોને ભારતીયોના મંતવ્યો કરતાં વધુ મહત્વ આપવું એ ખતરનાક પ્રથા છે. અને આ દેશની સાર્વભૌમત્વને અસર કરશે. વિવાદાસ્પદ બીબીસી ડોક્યુમેન્ટરી મંગળવારે સમગ્ર કેરળમાં વિવિધ રાજકીય સંગઠનો દ્વારા દર્શાવવામાં આવી હતી, જેમાં પ્રો-લેફ્ટ સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)નો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે ગુજરાત રમખાણો સમયે મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા.

સરકારે ડોક્યુમેન્ટ્રીનો વિરોધ કર્યો છે
ભારતીય વિદેશ મંત્રાલયે બે ભાગની ડોક્યુમેન્ટ્રીને ‘પ્રોપેગેન્ડાનો એક ભાગ’ ગણાવીને ફગાવી દીધી છે અને કહ્યું છે કે તે સ્પષ્ટપણે પૂર્વગ્રહ, ઉદ્દેશ્યનો અભાવ અને સંસ્થાનવાદી માનસિકતા દર્શાવે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગયા અઠવાડિયે બીબીસીની આ ડોક્યુમેન્ટ્રી વિશે કહ્યું હતું કે તે ખોટા નેરેટીવ આગળ વધારવા માટેના પ્રોપેગેન્ડાનો એક ભાગ છે. બાગચીએ કહ્યું હતું કે, ‘મને આ વાત સ્પષ્ટ કરવા દો. અમે માનીએ છીએ કે આ પ્રોપેગેન્ડાનો એક ભાગ છે, જે ચોક્કસ ‘ખોટી નેરેટીવ’ને આગળ વધારવાનો પ્રયાસ છે.

‘કોલોનીયન માનસિકતા દેખાઈ રહી છે’
વિદેશ મંત્રાલયે કહ્યું, ‘તે સ્પષ્ટપણે પૂર્વગ્રહ, ઉદ્દેશ્યનો અભાવ અને કોલોનીયન માનસિકતા દર્શાવે છે.’ ભારતે 21 જાન્યુઆરીએ બીબીસીની ડોક્યુમેન્ટરી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ની લિંક શેર કરતી અનેક યુટ્યુબ વીડિયો અને ટ્વિટર પોસ્ટને બ્લોક કરી દીધી હતી. બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે ગયા અઠવાડિયે વિવાદાસ્પદ બીબીસી ડોક્યુમેન્ટ્રી પર વડા પ્રધાન મોદીનો બચાવ કરતાં કહ્યું હતું કે તેઓ પીએમ મોદીના “ચરિત્રો સાથે સહમત નથી”.

Most Popular

To Top