રાજસ્થાન: રાજસ્થાન(Rajasthan)ના ઉદયપુર(Udaipur)માં ટેલર(Tailor) કનૈયાલાલ(Kanaiyalal)ની હત્યા(Murder) સાથે સંકળાયેલા ચાર આરોપીઓને આજે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કોર્ટ(Court)માં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કોર્ટની બહાર આરોપીઓ પર હુમલો(Attack) કરવામાં આવ્યો છે. કોર્ટે આ ચારેય આરોપીઓને 12 જુલાઈ સુધી NIA કસ્ટડીમાં મોકલી દીધા છે. અગાઉ ઉદયપુરની એક અદાલતે શુક્રવારે બે આરોપીઓને એક દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મોકલ્યા હતા અને આજે તે રિમાન્ડ સમાપ્ત થઈ રહ્યા છે. હવે આ આરોપીઓને 10 દિવસ માટે NIA કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
લોકોએ બુટ-ચપ્પલથી ફટકાર્યા
જયપુરની NIA કોર્ટમાં આરોપીઓને રજુ કરી વખતે હુમલો કરવામાં આવ્યો હતો. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં આરોપીને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. આરોપીઓ કોર્ટમાં ગયા બાદ 5 કલાક સુધી દરવાજો બંધ રહ્યો હતો. પરંતુ જ્યારે તેઓ બહાર આવ્યો ત્યારે તેઓને પર બુટ, ચપ્પલ અને લાકડીઓથી માર મારવામાં આવ્યો, જ્યારે પોલીસ તેને કારમાં બેસાડી રહી હતી, તે દરમિયાન પણ લોકોએ તેને તમાચા માર્યા હતા.
કેસ NIAને ટ્રાન્સફર
કનૈયાલાલ હત્યાના બંને આરોપીઓને અજમેર હાઈ સિક્યોરિટી જેલમાં રાખવામાં આવ્યા છે. શુક્રવારે બંને આરોપીઓને ઉદયપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ કોર્ટે બંને આરોપીઓને એક દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મોકલી દીધા હતા. આ સાથે ઉદયપુરની ડીજે કોર્ટે શુક્રવારે કન્હૈયાલાલ કેસ NIAને ટ્રાન્સફર કરી દીધો છે.
કનૈયાલાલની દુકાનમાં ઘૂસીને કરી હતી હત્યા
ઉદયપુરમાં 28 જૂને ટેલર કનૈયાલાલનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ હોબાળો શરૂ થયો હતો. ઘટનાના ટૂંકા જ સમયમાં બે આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે કનૈયાલાલનાં મોબાઈલમાંથી નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવામાં આવી હતી જેના કારણે રિયાઝ અને ગૌસ મોહમ્મદે તેની હત્યા કરી હતી. તેઓએ હત્યા બાદ વિડીયો પણ બનાવ્યો હતો. આ ગુનામાં પોલીસે પહેલા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ વધુ બેને પોલીસે ઝડપી પાડ્યા હત. આ ઘટનાની તપાસ માટે રાજસ્થાન સરકાર દ્વારા SITની રચના કરવામાં આવી હતી. બાદમાં કોર્ટે આ કેસ NIAને સોંપી દીધો હતો અને હાલમાં NIA સમગ્ર કેસની તપાસ કરી રહી છે.