Madhya Gujarat

ખેડૂતોને જમીનનું વળતર ઓછુ આપવા મુદ્દે રોષ

દાહોદ: દાહોદ જિલ્લાના ખેડુતો આજરોજ દાહોદ પ્રાંત અધિકારીએ ભેગા થયાં હતાં જ્યાં પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લામાંથી જે ગેસ પાઈપલાઈન પસાર થઈ રહી છે તે ગેસ પાઈપલાઈન પસાર થયા ત્યાર બાદ ખેડુતો આ જમીન ઉપર ક્યારેય પોતાનું ઘર બનાવી ન શકે, કુવાઓનું પણ ખોદકામ નહીં કરી શકે, બોર નહીં કરી શકે, નાના મોટા બાંધકામ પણ નહીં કરી શકે. ખેડુતોની જમીનો સરકાર ખેડુતો પાસેથી લેવા માંગે છે જેના ભાગરૂપે ખેડુતોને વળતર પેટે માત્રને માત્ર છેતરપીંડી જેવું વળતર જેવું કે, રૂા.૨૦૦૦, ૩૨૦૦, ૩૦૦૦, ૨૦૦,૩૦૦ આ પ્રકારનું વળતર આપીને ખેડુતોના જમીનો ઉપરના વપરાશી હકો કંપની માધ્યમથી સરકાર પોતાના તરફ કરવા માંગે છે. આ જમીનો ઉપરના વપરાશી હકોના બદલામાં ખેડુતોને યોગ્ય વળતર આપવામાં આવે અને છુટથી વળતર ન આપવામાં આવે ગેસ પાઈપ લાઈન દાહોદ જિલ્લામાંથી, રાજ્યમાંથી પસાર ન થાય તે માટેની કાર્યવાહી કરવા દાહોદ જિલ્લાના ખેડુતોએ દાહોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

Most Popular

To Top