સિંગવડ : સિંગવડ તાલુકાની ઘણી આંગણવાડીઓના પોતાના મકાન ન હોવાના કારણે બાળકોને લોકોના ઘરની ઓસરીમાં બેસવા પડતું હોય છે જ્યારે ઘણી આંગણવાડીમાં પીવાની પાણીની સુવિધા ઊભી કરવામાં આવી નથી જ્યારે આ આંગણવાડીઓમાં શૌચાલયની સુવિધા પણ નથી લાઇટની સુવિધા પણ નથી જ્યારે સરકાર દ્વારા આંગણવાડીઓ માટે ઘણા રૂપિયા આપવામાં આવે છે પરંતુ આંગણવાડીઓમાં સુવિધા ઊભી કરવામાં નથી આવતી જ્યારે નાના નાના બાળકોને પીવાના પાણીની બોટલો ઘરેથી લઈ જવી પડતી હોય છે જો આંગણવાડીઓમાં સરકાર દ્વારા પીવાના પાણી માટે આર.ઓ પણ આપવામાં આવ્યા છે.
પરંતુ જો આંગણવાડીના મકાન જ ન હોય તો આ આરો ક્યાં ફીટ કરવા તે એક ચર્ચાનો વિષય છે જ્યારે સિંગવડ તાલુકા ની ઘણી આંગણવાડીઓ ખંડેર હાલતમાં હોય જેમાં બાળકોને બેસાડવામાં આવતો હોય છે જ્યારે આ ખંડેર આંગણવાડીઓમાં કોઈ મોટો હાદસો થાય અને તેમાં નુકસાન થાય તો તેની જવાબદારી કોણ લેશે તે ચર્ચાનો વિષય છે સરકાર દ્વારા આંગણવાડીઓ માટે સુવિધાઓ આપવામાં આવે છે તો પછી અધિકારીઓ દ્વારા તેની તપાસ કરીને જે પણ સુવિધાઓ છે તે આપવામાં આવે તો બાળકો તેનાથી વંચિત ના રહે અને આ આંગણવાડી ના મકાનો પણ ફટાફટ નવા બનાવી આપે તો આ આંગણવાડીની બધી સુવિધા મળી રહે માટે આંગણવાડીઓમાં પાણીથી લઈને બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ છે.