Charchapatra

મોંઘી બનેલી મેડિકલેમ પોલીસી….

મોટી માંદગી, બિમારી ની સારવાર માટે, વ્યક્તિ ટુકડે ટુકડે થોડી ઘણી બચત કરી મેડિકલેમ માટે વાર્ષિક પ્રિમિયમ નું આયોજન કરે છે. પણ હાલ ઘણા સમયથી સતત પ્રિમિયમ માં વધારો થયો છે. જે પ્રિમિયમ 2020 માં 12 હજાર હતું તે કોરોના કાળ પછી સીધા 22 હજાર, અને હવે 2023 – 2024 થી 32 હજાર થઈ ગયા છે.  એટલે પોલિસી ધારકો હવે પ્રિમિયમ ભરવા અસમર્થ થઈ ગયા છે. પ્રિમિયમ પર 18 ટકા GST લાગે છે. જો સરકાર તબીબી સેવા ને એક જરૂરી आवश्यक સેવા સમજી સમાજ ઉપયોગી કાર્ય, સમજી જીએસટી નાબુદ કરે તો પોલિસી ધારક ને થોડી રાહત થાય.મેડીક્લેમ કંપની પણ થોડુ પ્રિમિયમ ઓછું કરે, ડોક્ટર પણ થોડા ચાર્જ ઘટાડે તો. પોલિસી ધારકો માટે આશીર્વાદ સમાન સાબિત થાય.  આયુષ્યમાન કાર્ડ એક સરકાર ની પ્રસન્નસીય સેવા છે પણ કુટુંબના સભ્યો ની ટોટલ આવક જોતા આયુષ્યમાન કાર્ડ માટે લાભ નથી મળતો. એટલે મેડિકલેમ પોલિસી લેવી પડે છે. પણ મેડિકલેમ ખૂબ મોંઘા હોવાથી મોંઘી તબીબી સારવાર લેવા અસમર્થ થઈ છે.. આ અંગે લોકહિત માટે સૌ પ્રિમિયમ નું ભારણ ઓછું કરવા પ્રયત્ન કરે.
વડોદરા  – જયંતીભાઈ પટેલ          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પહેલાના સમયની સ્વપરિશ્રમી મહિલાઓ
પહેલાના સમયમાં ગૃહિણી ઘરનું કામ જાતે કરતી હતી ત્યારે તેઓ પાસે સમય જ સમય હતો. આજે નવી ટેક્નોલોજીઓએ ગૃહિણીનો શ્રમ માટેનો સમય ઘટાડયો છે, છતાં ફાજલ સમય ખાસ બચતો નથી. પહેલા ના સમયમાં ઘરનું બધું કામ જાતે કરતા હતા. મસાલો પીસવા માટે ગ્રાઈન્ડરનો ઉપયોગ થતો નહિ. મસાલો કુંડીમાં પીસતા હતા. ઘરઘંટી હતી નહિ બહાર ઘંટીએ દળનું દળાવા જતા. રેફ્રીજેટર નહિ હતું દરેક વસ્તુ તાજુ વાપરતા હતા. ઘરમાં ગૃહઉદ્યોગ હોયતો ગૃહિણીઓ મદદરૂપ થતા હતા. કચરા પોટા કરવા માટે અને વાસણ કપડાંની ક્યાં કામવાળી હતી ? બધું કામ જાતે કરતા. સંયુક્ત કુટુંબમાં રહેતા હતા ત્યારે કામ ક્યાં થઈ જતું કઈ ખબર પડતી નહિ. ઘરના નાના જમણવારમાં રસોઈ જાતે કરતા હતા. ત્યારે સમય જ સમય હતો નવરા પડી ગૃહિણીઓ ઓટલા પર બેસી જતા. બાળકોને ભણાવવાનું કોઈ ટેનશન હતું નહીં. બાળકો ચાલતા શાળાએ જતા હતા. હોમવર્ક લખાવવાની કોઈ માથાપટ્ટી હતી નહિ. શોપિંગ મોલ કે બ્યુટીપાર્લર ક્યાં હતા.? બહાર ચાલીને જતા હતા અને ઘરના કામ કરતા કસરત થઈ જતી. ગૃહિણીઓ તંદુરસ્ત હતી,સાદગીપૂર્ણ જીવનશૈલી હતી,સુખી પરિવાર હતો.પહેલાના સમયની ગૃહિણીઓ સ્વપરિશ્રમી હતી.
સુરત     – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top