Gujarat Main

ખુશખબર, અમૂલે દૂધની કિંમતમાં ઘટાડો કર્યો

દૂધના ભાવ ઘણા સમયથી વધી રહ્યા હતા પરંતુ હવે અમૂલે ગ્રાહકોને રાહત આપી છે. અમૂલે ગુજરાતમાં દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. અમૂલે અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને ટી સ્પેશિયલ દૂધના દરમાં ઘટાડો કર્યો છે. આ પગલાથી ગ્રાહકોને મોટી રાહત મળશે.

ઉલ્લેખનીય છે કે દેશમાં દૂધના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લાં કેટલાંક સમયથી તમામ કંપનીઓએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. અમૂલ દ્વારા હવે દૂધના દરમાં ઘટાડો કરવાથી અન્ય કંપનીઓ પર ભાવ ઘટાડવાનું દબાણ આવશે.

એક અહેવાલ મુજબ અમૂલ ડેરીએ ત્રણ દૂધ ઉત્પાદનો અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને ટી સ્પેશિયલના દરમાં 1 રૂપિયા પ્રતિ 1 લિટરનો ઘટાડો કર્યો છે. અમૂલ ગોલ્ડના એક લિટર સેચેટની કિંમત પહેલા રૂ. 66 હતી જે હવે એક રૂપિયો ઘટાડીને રૂ. 65 કરવામાં આવી છે. અમૂલ ટી સ્પેશિયલ દૂધના એક લિટર પાઉચનો દર 62 રૂપિયા હતો જે હવે 61 રૂપિયા થઈ ગયો છે. આ રીતે અમૂલના તાજા દૂધનો રેટ 54 રૂપિયા પ્રતિ લીટર હતો જે હવે એક રૂપિયો ઘટાડીને 53 રૂપિયા કરવામાં આવ્યો છે.

જૂન 2024માં ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો
અમૂલ ડેરીએ ગયા વર્ષે જૂનમાં દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. આ વધારા બાદ અમૂલ ગોલ્ડના 500 mlની કિંમત 32 રૂપિયાથી વધીને 33 રૂપિયા થઈ ગઈ છે. અમૂલ ગોલ્ડનો એક લિટરનો ભાવ રૂ.64થી વધીને રૂ.66, અમૂલ તાઝા 500 એમએલનો ભાવ રૂ.26થી વધીને રૂ.27 અને અમૂલ શક્તિ 500 એમએલનો ભાવ રૂ.29થી વધીને રૂ.30 થયો છે. નવા દરો 3 જૂનથી દેશભરમાં અમલમાં આવ્યા હતા.

Most Popular

To Top