Gujarat

અમૂલે દૂધના ભાવમાં કર્યો ફરી વધારો, નવો ભાવ આજથી જ અમલી

અમદાવાદ: નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. અમૂલે 6 માસના ટૂંકા ગાળામાં બીજી વખત ભાવ વધારો કરવાનો નિર્ણય લીધો છે. 1 એપ્રિલથી આ નવા ભાવ લાગુ કરવામાં આવશે. અમૂલે (Amul) દૂધના (Milk) ભાવમાં (Price) પ્રતિ લીટરે એકથી ત્રણ રૂપિયા સુધીનો વધારો (High) કર્યો છે. આજથી અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને મહીસાગરમાં ભાવ વધારો લાગુ કરાયો છે.

અમૂલે દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ શનિવારે રાજ્યભરમાં અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે આ ફેરફાર માત્ર ગુજરાતમાં જ કરવામાં આવ્યો છે. ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યાર બાદ રાજ્યમાં દૂધના ભાવમાં આ પ્રથમ વધારો છે. તેની પાછળનું કારણ ઘાસચારો અને ટ્રાન્સપોર્ટેશનના વધતા ખર્ચને કારણે દૂધ ઉત્પાદન ખર્ચમાં વધારો હોવાનું કહેવાય છે.

તમને જણાવી દઈએ કે અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે એકથી ત્રણ રૂપિયા સુધીનો વધારો કર્યો છે. 13 માસના ગાળામાં ત્રીજીવાર અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યો છે. હવેથી ગોલ્ડ, શક્તિ, ગાય, તાઝા અને સ્લિમ એન્ડ ટ્રીમના 1 લિટરમાં રૂ.2નો ભાવ વધારો ઝીંક્યો છે. હવેથી અમુલ બાફેલો 33 રૂપિયા, અમુલ ગોલ્ડ 32 રૂપિયા, અમુલ શક્તિ 29 રૂપિયા, અમુલ શક્તિ 29 રૂપિયા, અમુલ સ્લિમ ટ્રિમ 23 રૂપિયા અને અમુલ ટી સ્પેશિયલ 30 ના ભાવે મળશે.

આ નવી રેટ લિસ્ટ છે
આ વધારા સાથે, અમૂલ ભેંસના દૂધની કિંમત હવે 68 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે અમૂલ ગોલ્ડ 64 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે. અમૂલ શક્તિની કિંમત 58 રૂપિયા પ્રતિ લીટર છે. અમૂલ ગાયના દૂધની વર્તમાન કિંમત પ્રતિ લિટર રૂ. 54, અમૂલ તાજા રૂ. 52 પ્રતિ લિટર અને અમૂલ ટી-સ્પેશિયલ રૂ. 60 પ્રતિ લિટર છે. જીસીએમએમએફ દ્વારા છેલ્લા છ મહિનામાં અમૂલ દૂધની વિવિધ બ્રાન્ડના ભાવમાં બે વખત ભારતભરમાં વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ ગુજરાતને તેમાંથી મુક્તિ આપવામાં આવી હતી. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા, અમૂલે ઑક્ટોબર 2022માં લીટર દીઠ રૂ. 2 અને પછી ફેબ્રુઆરી 2023માં ગુજરાત સિવાયના તમામ બજારો માટે ભાવમાં રૂ. 3નો વધારો કર્યો હતો.

આ સાથે જ  દૂધ સાગર ડેરીએ પણ દૂધના ખરીદ ભાવમાં  20 રૂપિયાનો વધારો કર્યો છે. ડેરીના આ નિર્ણયથી પાંચ લાખ પશુપાલકોને ફાયદો મળશે. આજથી પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટે 770ના બદલે 790 રૂપિયા મળશે. તેમજ અમૂલ ડેરીએ પણ દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો હતો. આ નિર્ણય બાદથી પશુપાલકોમાં ખુશી જોવા મળી હતી. હવે દૂધના પ્રતિ કિલો ફેટે હવે 800ને બદલે 820 રૂપિયા ચૂકવાશે. આ નવો ભાવ વધારો પણ આજથી અમલી કરવામાં આવ્યો છે.

Most Popular

To Top