National

તહેવારોની સિઝનમાં અમૂલે આપ્યો મોટો ફટકો, દૂધના ભાવ ફરી આટલા રૂપિયા વધ્યા

નવી દિલ્હી: દિવાળીના તહેવારોની (Festival) સિઝનમાં સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અમૂલ ડેરીએ (Amul Dairy) દૂધના (Milk) ભાવમાં (Price) ફરી વધારો કર્યો છે. અમૂલે શનિવારે દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. ફુલ ક્રીમ દૂધની કિંમત 61 રૂપિયા પ્રતિ લિટરથી વધીને હવે 63 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. આનાથી સામાન્ય લોકોના જીવનમાં મોટી અસર પડી શકે છે. આ અગાઉ પણ અમૂલે ભાવમાં વધારો ઝીંક્યો હતો. જો કે ગુજરાતમાં હજી આ ભાવ વધારા વિશે સત્તાવાર કોઈ નિવેદન સામે આવ્યું નથી.

અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.સોઢીએ જણાવ્યું હતું કે દેશના કેટલાક ભાગોમાં અમૂલ ગોલ્ડ અને ભેંસના દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો થયો છે. આ વધારાનું કારણ ફેટના ભાવમાં થયેલો વધારો છે. જો કે ગુજરાતમાં આ વધારો થયો નથી.

દેશમાં છૂટક ફુગાવો સાત ટકાથી ઉપર છે. આ અગાઉ પણ ઓગસ્ટમાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ગઈકાલે જાહેર કરાયેલા ફુગાવાના આંકડા મુજબ, પશુ આહારનો ફુગાવો દર 9 વર્ષમાં 25 ટકાથી વધુના રેકોર્ડ સ્તરની નજીક રહ્યો છે. જેના કારણે દૂધ ઉત્પાદક ખેડૂતોના ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો છે. અમૂલ માત્ર વધતી જતી કિંમતને ટાંકીને ભાવમાં વધારો કરી રહી છે. અમૂલના દૂધમાં આ વધારો અચાનક થયો છે. આજે સવારે લોકોને મોંઘવારી ભાવે દૂધ મળ્યું હતું. અગાઉ અમૂલે ઓગસ્ટ મહિનામાં દૂધના ભાવમાં વધારો કર્યો હતો.

કેટલી વધી કિંમત
આજે ભાવમાં થયેલો વધારો અણધાર્યો હતો. સવારે લોકોને નવી કિંમતોમાં દૂધ મળ્યું છે. જોકે, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. હાલ બજારમાં ફુલ ક્રીમ દૂધ રૂ.2 મોંઘુ થયું છે અને નવા ભાવ રૂ.61થી વધીને રૂ.63 પ્રતિ લીટર થયા છે. આ પહેલા ઓગસ્ટમાં અમૂલ અને મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો હતો. તે જ સમયે, માર્ચમાં પણ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લા બે વખત ફેડરેશને કહ્યું હતું કે ખેડૂતોના દૂધ ઉત્પાદનનો ખર્ચ સતત વધી રહ્યો છે, જેના કારણે તેમની આવકમાં ઘટાડો થયો છે. ખેડૂતોને રાહત આપવા માટે જ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

Most Popular

To Top