અમદાવાદ(Ahmedabad): કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની (Union Home Minister Amit Shah) બહેનનું નિધન (Death) થયું છે. લાંબા સમયથી અમિત શાહના બહેન રાજેશ્વરીબેન પ્રદીપભાઈ શાહ બિમાર હતા, તેઓનું આજે મુંબઈની હોસ્પિટલમાં નિધન થયું છે. થોડા મહિના પહેલાં રાજેશ્વરીબેનના ફેંફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ટ્રાન્સપ્લાન્ટ બાદ તેઓ હોસ્લિટલમાં એડમિટ હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બહેન રાજેશ્વરીબેન પ્રદીપ શાહનું લાંબી માંદગી બાદ આજે મુંબઈમાં નિધન થયું છે. 68 વર્ષીય રાજેશ્વરીબેન છેલ્લા કેટલાક સમયથી સારવાર હેઠળ હતા અને તેમના મૃત્યુથી શાહ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અમિત શાહ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે હતા. બહેનના મૃત્યુના સમાચાર મળતા તેઓ કાર્યક્રમો રદ્દ કરી મુંબઈ દોડી ગયા છે. ગૃહમંત્રીએ તેમના તમામ કાર્યક્રમો રદ કર્યા છે અને આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવારની સાથે રહેવા માટે તેમની બહેનના ઘરે ગયા છે.
અમતિ શાહ સોમવારે ગુજરાત પ્રવાસે આવવાના હતા. ગુજરાતમાં તેઓ બનાસકાંઠાના દેવદારમાં બનાસ ડેરી જવાના હતા. તે ઉપરાંત ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા વિદ્યાલયમાં પણ તેમનો એક કાર્યક્રમ હતો. બહેનના મૃત્યુના સમાચાર મળતા જ બે દિવસનો ગુજરાત પ્રવાસ રદ કરી તેઓ મુંબઈ જતા રહ્યાં હતાં.