કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ આગામી તા.21 અને 22મી જૂનના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યાં છે. શાહ અને સીએમ વિજય રૂપાણી તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ વચ્ચે મહત્વની બેઠક યોજાશે. આ ઉપરાંત આગામી અષાઢી બીજ – તા.12 મી જુલાઈ ના રોજ અમદાવાદમાં જમાલપુરમાં ભગવાન જગન્નાથજીની રથ યાત્રા યોજવી કે કેમ? તે મુદ્દે પણ કોરોનાની સ્થિતિ ધ્યાને રાખીને અમીત શાહની ઉપસ્થિતિમાં નિર્ણય લેવાશે. આ ઉપરાંત નજીકના સમયમાં રાજયમાં આઈપીએસ અધિકારીઓની બદલીઓ કરાશે તે પહેલા શાહની પણ સેન્સ લેવામાં આવશે.
તા.21મી જુનના રોજ શાહ બોડકદેવમાં રસીકરણ કેન્દ્રની મુલાકાત લેશે ત્યાર પછી સરખેજ -ગાંધીનગર હાઈવે પર ત્રણ ફલાય ઓવરનું લોકાર્પણ કરશે. કલોલ એપીએમસી નવીનીકરણ પામેલા નવા સંકુલનું લોકાર્પણ કરશે . ગાંધીનગરમાં કોલવડા અને રૂપાલ ખાતે રસીકરણ કેન્દ્રની મુલાકાત લેશે. તા.22મી જુનના રોજ ક્રિસેન્ટ પાર્ટી પ્લોટ ખાતે કાર્યકરોને પણ સંબોધશે.