રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 6 મહિનાના કાર્યકાળની ચર્ચા કરતી વખતે એક પોલિટિકલ સાયન્ટિસ્ટે ટ્રમ્પ માટે અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો છે. પાકિસ્તાની મૂળના બ્રિટિશ પત્રકાર મોઈદ પીરઝાદા સાથે એક લાઈવ ચર્ચામાં અમેરિકન પોલિટિકલ એક્સપર્ટ કેરોલ ક્રિસ્ટીન ફેર ભાગ લઈ રહ્યા હતા. આ દરમિયાન તેમણે ટ્રમ્પને ચુ***યા કહીને સંબોધ્યા હતા.
કેરોલ ક્રિશ્ચિયન ફેર એક અમેરિકન પોલિટિકલ સાયન્ટિસ્ટ છે અને જ્યોર્જટાઉન યુનિવર્સિટીની વોલ્શ સ્કૂલ ઓફ ફોરેન સર્વિસમાં એસોસિયેટ પ્રોફેસર છે. તેઓ દક્ષિણ એશિયાઈ રાજકીય અને લશ્કરી બાબતોમાં નિષ્ણાત છે. કેરોલ ક્રિશ્ચિયન ફેર અમેરિકન રાજદ્વારીતાને સમજવામાં નિષ્ણાત માનવામાં આવે છે.
વિકિપીડિયા પર તેમનું પોતાનું પેજ છે. કેરોલ ક્રિસ્ટીન ફેર મોઈદ પીરઝાદા સાથે અમેરિકાની વિદેશ નીતિ પર ચર્ચા કરી રહ્યા હતા . આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ માને છે કે અમેરિકા ભારતને ચીનના કાઉ્ટરબેલેન્સ સમજવાના પોતાના દૃષ્ટિકોણથી આગળ વધી ગયું છે.
આના જવાબમાં તેમણે કહ્યું કે તેમને એવું નથી લાગતું. ટ્રમ્પ વહીવટીતંત્રના ઘણા અધિકારીઓ તેમના ક્ષેત્રમાં નિષ્ણાત નથી. કેરોલ ક્રિસ્ટિને કહ્યું કે આપણે યાદ રાખવું પડશે કે આપણી નોકરશાહી કેવી છે. આ નોકરશાહી 25 વર્ષથી દેશ માટે કામ કરી રહી છે. આપણને સમજાતું નથી કે આપણી નોકરશાહીની કુશળતા ક્યાં ખોવાઈ ગઈ.
તેમણે આગળ કહ્યું, મારું આશાવાદી મન માનવા માંગે છે કે નોકરશાહી સ્થિતિ સંભાળી લેશે પરંતુ મારામાં રહેલું નિરાશાવાદી મન કહે છે કે ફક્ત છ મહિના થયા છે અને આપણે આ ચુ***યા સાથે ચાર વર્ષ પસાર કરવાના છે.”
ક્રિસ્ટીન ફેરની આ ટિપ્પણી સાંભળીને મોઈદ પીરઝાદા હસવા લાગ્યા. મોઈદ પીરઝાદાએ કહ્યું કે હું ઉર્દૂમાં આ શબ્દનો વારંવાર ઉપયોગ કરું છું અને મારા ઘણા દર્શકો તેનો વિરોધ કરે છે અને તમે આ શબ્દનો ઉપયોગ અંગ્રેજી ચર્ચામાં કર્યો.
આના પર કેરોલ ક્રિસ્ટીન ફેરે આગળ કહ્યું કે તે ખરેખર એક ચુ***યા છે.
મોઈદ પીરઝાદાએ કહ્યું કે આ શબ્દનું એટલું વિશેષ મહત્વ છે કે તમે આ શબ્દનો ઉપયોગ કર્યા વિના ચોક્કસ પરિસ્થિતિઓનું વર્ણન કરી શકતા નથી. કેરોલ ક્રિસ્ટીન ફેરના વિકિપીડિયા પેજ મુજબ ફેરે રેન્ડ કોર્પોરેશનમાં સિનીયર પોલિટિકલ સાયન્ટિસ્ટ, અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર સહાય મિશનમાં રાજકીય અધિકારી અને યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસમાં વરિષ્ઠ સંશોધન ફેલો તરીકે સેવા આપી છે. તે દક્ષિણ એશિયામાં રાજકીય અને લશ્કરી બાબતોના નિષ્ણાત પણ છે. ચર્ચાની આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ઘણા લોકોએ આ ક્લિપ ટ્વિટર પર શેર કરી છે.