Gujarat

ચારેકોરથી વિરોધ થતાં હવે મોહનથાળનો પ્રસાદ ફરીથી અંબાજી મંદિરમાં શરૂ કરાશે

ગાંધીનગર: (Gandhinagar) ઉત્તર ગુજરાતમાં પ્રસિદ્ધ અંબાજી મંદિર (Temple) ખાતે માઈ ભકત્તોને આપવામાં આવતો મોહનથાળનો (Mohanthal) પ્રસાદ બંધ કરી દઈને તેના બદલે સાવ હલકી ગુણવત્તાવાળી ચીક્કીનો પ્રસાદ (Prasad) શરૂ કરાયા બાદ રાજયભરમાં તેનો વિરોધ થયો છે. ખુદ સત્તાધારી ભાજપના નેતાઓએ હવે બનાસકાંઠાના જિલ્લા કલેકટર નિવેદનો આપ્યા છે. એટલું જ નહીં મીડિયા સમક્ષ આવીને મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવા માટે માંગ કરી છે. જેના પગલે છેવટે જિલ્લા કલેકટરે હવે મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવાની તૈયારી શરૂ કરવી પડી છે. મોહનથાળનો પ્રસાદ બંધ થઈ જતાં અંદાજે 300 જેટલી મહિલાઓ પણ બેકાર બની જવા પામી હતી. કારણ કે મંદિરમાં મોહનથાળ બનાવવાની પ્રક્રિયામાં 300 મહિલાઓ પણ સંકળાયેલી હતી.

  • ચારોકોરથી વિરોધ થતાં હવે મોહનથાળનો પ્રસાદ ફરીથી અંબાજી મંદિરમાં શરૂ કરાશે
  • ચીક્કીના પ્રસાદનો વિરોધ થયો – કલેકટરે કોના કહેવાથી 500 વર્ષથી ચાલતી પ્રસાદની પરંપરા બંધ કરી તે ચર્ચાનો વિષય

બનાસકાંઠા જિલ્લા કલેકટકર આનંદ પટેલ દ્વારા એવો તર્ક રજુ કરાયો હતો કે ચિક્કીનો પ્રસાદ બગડતો નથી. લાંબો સમય રહી શકે છે. જયારે મોહનથાળનો પ્રસાદ લાંબો સમય રહેતો નથી,તે બગડી જાય છે. કોઈ માઈ ભકત્તે મોહનથાળમના પ્રસાદ સામે ફરિયાદ કરી જ નથી,ત્યારે કોને ખુશ કરવા આ પ્રસાદ બદલીને તેના સ્થાને ચિક્કીના પ્રસાદનું વિતરણ શરૂ કરાયુ તે સમજાતુ નથી. મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેવાંતા લાખ્ખો શ્રદ્ધાળુઓ તથા માઈ ભકત્તોની લાગણી દુભાઈ છે. ભાજપના નેતા યજ્ઞેશ દવેએ પણ ટ્વિટ કરીને પોતાના વ્યથા વ્યકત્ત કરી દીધી છે. બનાસકાંઠા ભાજપના નેતાઓ પણ મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ થાય તેવી માંગ કરી રહયા છે. જેના પગલે વઘેલા દબાણ આગળ હવે જિલ્લા કલેકટર ઝૂકી ગયા છે એટલું જ નહીં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરાય તેવી તૈયારી શરૂ કરાઈ છે.

વાદળોની વચ્ચે ગરમી વધી – ત્રણ શહેરોમાં ગરમીનો પારો 39 ડિગ્રીએ પહોચ્યો
ગાંધીનગર: રાજયમાં વાદળોની વચ્ચે ગરમી વધવા પામી છે. ખાસ કરીને રાજયમાં ગરમીનો પારો વધીને 39 ડિગ્રીએ પહોચ્યો છે. આગામી તા.9મી માર્ચ સુધીમાં સૌરાષ્ટ્ર સહિત રાજયના વિવિધ ભાગોમાં માવઠું થવાની ચેતવણી પણ હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ આપી છે. આ ઉપરાંત પ્રતિ કલાકના 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ , બનાસકાંઠા , સાબરકાંઠા , દાહોદ , છોટા ઉદેપુર , પાટણ , ડાંગ , તાપી , નવસારી , નર્મદા , વલસાડ , દમણ , દાદરા નગર હવેલી અને કચ્છ, સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી સહિતના જિલ્લાઓમાં માવઠાની સંભાવના રહેલી છે. છેલ્લા 24 કાલકમાં રાજયમાં 1 થી 10 મીમી જેટલો વરસાદ થયો હતો. જેમાં વઘાઈ , ધંધુકા , અમીરગઢ , ડાંગ (આહવા) દાંતીવાડાનો સમાવેશ થાય છે.

અમદાવાદ એરપોર્ટ પર આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 38 ડિ.સે., ગાંધીનગરમાં 38 ડિ.સે., ડીસામાં 38 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 39 ડિ.સે., વડોદરામાં 38 ડિ.સે., સુરતમાં 38 ડિ.સે., ભૂજમાં 38 ડિ.સે., નલિયામાં 37 ડિ.સે., કંડલા એરપોર્ટમાં 38 ડિ.સે., અમરેલીમાં 39 ડિ.સે., ભાવનગરમાં 37 ડિ.સે.,રાજકોટમાં 39 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 38 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયુ હતું. જયારે રાજયમાં નલિયામાં 18 ડિ.સે., ઠંડી – એટલે કે લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.

Most Popular

To Top