દાઉદી વોહરા સમાજ વેપારી સમાજ તરીકે જાણીતો છે દાઉદી વોહરા સમાજ તેમની એકતા શિસ્ત ભાઈચારો શાંતિ અને વતનપ્રેમ માટે જાણીતો છે. સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ ડોક્ટર સેયદના મુફદલ સેફુદ્દીન સાહેબ ત.ઉ શ હમણાં મુંબઈમા તશરીફ રાખે છે સેયદના સાહેબ હંમેશા તેમના પ્રવચનમા સમાજના અનુયાયીઓને સાચા માર્ગને વળગી રહેવા અને સંતોષી જીવન જીવવાનો ઉપદેશ આપે છે સેયદના સાહેબ અવારનવાર વિશ્વના શહેરો નગરો અને ગામડાઓની મુસાફરી કરે છે.
અને જે તે જગ્યા પર સમાજના લોકોને વિકાસ સાથે પડતી મુશ્કેલીઓનું નિરીક્ષણ કરે છે સાથે જ સમાજના લોકો શાંતિપૂર્ણ જીવન જીવી શકે તે માટે સમાજના સભ્યોને જરૂરી સલાહ અને માર્ગદર્શન પૂરું પાડે છે સેયદના સાહેબ હંમેશા સમાજ કલ્યાણના કામોમા તત્પર રહે છે. દાઉદી વોહરા સમાજમાં ફેજે મવાઇદે બુરાહનિયા ટિફિન સેવા ચાલે છે રોજ સવારે આખી દુનિયામાં જયા જયારે દાઉદી વોહરા સમાજના લોકો રહે છે ત્યાં એમના ઘરે ગરમાગરમ ટિફિન પહોંચી જાય છે.
શુદ્ધ પૌષ્ટિક ભોજન હોય છે રોજેરોજ અલગ અલગ વાનગીઓ હોય છે એક્દમ વાજબી દરે આ સેવા પુરી પડાય છે કોઈ વિધવા હોય બીમાર હોય કોઈ કમાવવાવાલુ ના હોય તો મફત ટિફિન સેવા પુરી પાડવામાં આવે છે સમાજના સેવાભાવી સભ્યો રોજ સવારે ઘરે જ ટિફિન સેવા પુરી પાડે છે સમાજના લોકોને વેપાર ધંધા કે બીજા કોઈ કામસર રૂપિયાની જરૂર હોય તો કરદન હસના ટ્રસ્ટમાંથી એક પણ રૂપિયો વ્યાજ લીધા વગર લોન આપવામાં આવે છે આ લોન તમને ૧૫ મહિનામા હપ્તે હપ્તે ભરવાની હોય છે.
એક રૂપિયો પણ વ્યાજ લેવામાં કે દેવામાં દાઉદી વોહરા સમાજ માનતો નથી વગર વ્યાજે તમને જરૂર હોય એ પ્રમાણે રૂપિયા પુરા પાડવામાં આવે છે. નજાફત નામની સંસ્થા સાફ સફાઈ અને સ્વછતા પર દેખરેખ રાખે છે સંસ્થાના સભ્યો જાતે સાફ સફાઈ કરી સ્વછતામા બહુ મોટુ યોગદાન આપી રહ્યા છે આ સ્વછતા અભિયાન બારેમાસ ચાલુ જ રહે છે. પર્યાવરણ પ્રત્યે પણ દાઉદી વોહરા સમાજ ખુબ જ જાગૃત છે તમે દાઉદી વોહરા સમાજની કોઇ પણ ધાર્મિક સ્થાનની મુલાકાત લેશો તો તમને ચારેબાજુ હરિયાળી હરિયાળી જ દેખાશે સમાજની તમામ દરગાહ મસ્જિદો મુસાફરખાના હોલો વાડીઓમા તમને શાંત શીતલ વાતાવરણ નજરે પડશે.
સુરત- અબ્બાસભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.