વડોદરા: વડોદરા શહેર એક સંસ્કાર નગરી છે. સાથે કલાનગરી છે.પરંતુ વડોદરા શહેર રમતગમતમાં દિવસે અને દિવસે પાછળ જતું હોય ત્યારે રમતવીરો સાથે અન્યાય થતો હોય તેવું સામે મારું માનવું છે. 37 મોં નેશનલ ગેમ્સ (2023) જે ગોવા ખાતે તારીખ 26-10- 23 થી 28-10-2023 ના રોજ યોજાનાર છે.જેમા ગુજરાત રાજ્ય મલબંબ રમતનુ પ્રતિનિધિત્વ કરવા ગુજરાત ટીમનું સિલેક્શન તારીખ 277 9/2023 ના રોજ શ્રી જુમ્મા દાદા વ્યાયામ શાળા મંદિર દાંડિયા બજાર વડોદરા ખાતે યોજાયું હતું.
તેમ કહેતા ખેલાડીના પરિજને જણાવ્યું હતું કે જેમાં મારી દીકરી હેષા નાગરકર એક પ્રતિસ્પર્ધી ખેલાડી તરીકે ભાગ લીધો હતો.આ સિલેક્શન પ્રક્રિયા કરનાર સિલેક્ટરો જજીસ તરીકે રાહુલ કનૈયાલાલ ચોકસી, સંગીતા રાહુલ ચોક્સી જેમણે કયારેય મલખંબ રમત મા ભાગ નથી લીધો તેમજ અમિત રાહુલ ચોક્સી આ ત્રણેય એક જ પરિવારના સભ્યો તથા એક જ સંસ્થા શ્રી પ્રગતિ ક્રિડા મંડળ વાઘોડિયા વડોદરા દ્વારા કરવામાં આવ્યું હતું.તથા ટાઈમ કીપર, સ્કોરર તરીકે મલખંબના ખેલાડીને બેસાડીને કરાવવામાં આવ્યું છે.આ પરથી એવું ફલિત થાય છે કે આ તમામ સાથે મળીને કેટલાક અયોગ્ય ખેલાડીઓને લાગવગ તેમજ પોતાની મનમરજી પ્રમાણે સિલેક્ટ કરી રહ્યા છે.અવારનવાર એક જ પરિવારને જીસ પદે બેસાડવાથી સિલેક્શન પ્રક્રિયાની વિશ્વસનીયતા જોખમાય છે મારી દીકરી વડોદરા ગુજરાત તેમજ ભારતનું નામ રોશન કરે તેવું અમારું માનવું છે.