વડોદરા : કલ્યાણ બાગ ગ્રાઉન્ડ પાસે આવેલ સરકારી બંગલામાં મધરાતે વિદેશી શરાબના જંગી જથ્થાનું કટીંગ કરતા સમયે જ પીસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. અને હેલ્મેટ ભરેલા બોકસની આડમાં છુપાવેલા વિદેશીદારૂ, બિયર, મોપેડ ટુ ફોર વ્હીલર સહિત ૭ લાખના મુદ્દામાલ સાથે ૩ સપ્લાયરોને વોન્ટેડ જાહેર કરાયા હતા. રાજય સરકાર અને પોલીસ ભલે ગમે તેટલા દારૂબંધીના બણગા ફૂકતી હોય પણ દારૂની રેલમછેલ તો બુટલેગરો ખુલ્લેઆમ કરે છે. બેશર્મ બુટલેગરોની કરતુતોની તો હદ થઇ ગઇ. જીલ્લા પંચાયતના પ્રમુખને ફાળવાયેલા બંગલામાં સિકયુરીટી જવાનની ભૂમિકા ઉઘાડી પડી ગઇ.
પીએસઆઇ એમ.જી કરણાણી તથા પીસીબી સ્ટાફની બાતમી મળેલ કે કલ્યાણબાગ ગ્રાઉન્ડ પાસે જીલ્લા પંચાયતના પ્રમુખને ફાળવેલા બંગલામાં જ વિદેશી શરાબનુ કટીંગ કરાશે. પોલીસે અવિરત ચોકી ગોઠવી દીધી હતી. બંગલાની અંદરના ગાર્ડન પાસે હેલ્મેટ ભરેલા ટેમ્પામાં વિદેશી શરાબ બે કારમાં બિયરનુ કટીંગ આરોપીઓએ કરતા જ પોલીસે ત્રાટકતા જ નાસભાગ મચી ગઇ હતી. બે ઇસમો ગાર્ડનની દિવાલ કૂદીને નાસી છૂટયા હતા.
જેમાથી ત્રણને આંતરી દબોચીલીધા હતા. પોલીસે હેલ્મેટની આડમાં છુપાવેલ દારૂ બિયરની ગણતરી કરતા ૧.રપ લાખનો જથ્થો મળી આવ્યોહતો. દારૂની ડિલીવરી લેવા આવેલા બે ઇસમો ગાર્ડનન દિવાલ કૂદીને નાસી છુટવામાં સફળ રહ્યા હતા. પોલીસે આરોપીઓના નામઠામ પુતા િપન્ટુ ભેરૂલાલ આહીર (હતાગાવ, ભંડરથાના, વલ્લભનગર, જી. ઉદેપુર-રાજસ્થાન) સતીષ અમરભાઇ ચૌહાણ (શીતલકુંજ સોસા., માંજલપુર નાકા) કરણિસંહ ગોવિંદસિંહ રાઠવા (અંબીકાભુવન, સર્વન્ટ ક્વાર્ટર, કલ્યાણબાગ ગ્રાઉન્ડ પાસે, માંજલપુર) જણાવ્યા હતા. જ્યારે હોન્ડા બાઇક અને કાર મૂકીને ફરાર ઇસમો તથા બુટલેગર સુત્રધાર હરીશ ઉર્ફે હરેશ ઉર્ફે હરી ચંદ્રકાન્ત બ્રહ્મક્ષત્રિય, િવજય રાણા ના નામ ખુલતા વોન્ટેડ જાહેર કરાયા હતા. પોલીસે માંજલપુર પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધાવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.