Entertainment

અક્ષય કુમાર બિમાર: આખી દુનિયાને હેરાન કરનારો રોગ અભિનેતાને થતાં ફેન્સ ચિંતામાં મુકાયા

મુંબઈ: અક્ષય કુમાર વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અક્ષય કુમાર બિમાર છે. એક સમયે આખી દુનિયાને હેરાન કરનારો રોગ અભિનેતાને થતાં ચાહકો ચિંતામાં મુકાયા છે. હાલ અક્ષયની સારવાર ચાલી રહી છે. ફેન્સ ઝડપથી અભિનેતા સાજો થાય તેની પ્રાર્થના કરી રહ્યાં છે.

છેલ્લા બે દિવસથી સારી ન હતી. તે સતત સરફિરાના પ્રમોશનમાં વ્યસ્ત હતો. જ્યારે તેની તબિયત સારી ન હતી ત્યારે તેણે ટેસ્ટ કરાવ્યો અને તે કોરોના પોઝિટિવ આવ્યો હતો. કોવિડ પોઝિટિવ આવ્યા બાદ અક્ષય કુમારે પોતાને આઈસોલેટ કરી લીધો છે. તે ડોકટરોની સલાહ પર ધ્યાન આપી રહ્યો છે અને સાવચેતી રાખી રહ્યો છે. કોરોનાને કારણે તે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનો ભાગ લઈ શકશે નહીં. આજે જ અક્ષયની ફિલ્મ સરફિરા સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.

અક્ષય બિમાર હોવાના સમાચાર ફેલાતા ચાહકો પરેશાન છે. અક્ષય 12મી જુલાઈએ અંબાણી પરિવારના સેલિબ્રેશનમાં હાજરી આપવા જવાનો હતો પરંતુ કોવિડ થતા તે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપશે નહીં. આ પહેલા અક્ષય અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમનીમાં ભાગ લેવા જામનગર ગયો હતો. પ્રિ-વેડિંગમાં તેણે સવારે ત્રણ વાગ્યા સુધી ડાન્સ પણ કર્યો હતો. અક્ષયના આગમન સાથે અનંત-રાધિકાનું પ્રી-વેડિંગ ફંક્શન વધુ તેજ બની ગયું હતું. હવે દરેક તેને અનંત-રાધિકાના લગ્નમાં મિસ કરશે.

અક્ષયકુમારની ફિલ્મ સરફિરા રિલિઝ થઈ
મોટી વાત એ છે કે આજે તા. 12 જુલાઈના રોજ અક્ષયની ફિલ્મ સરફિરા થિયેટરોમાં રિલીઝ થઈ છે . સરફિરા એક બાયોપિક છે, જેમાં જીઆર ગોપીનાથના જીવનની ઘટનાઓ બતાવવામાં આવી છે. ફિલ્મને પહેલા દિવસે દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

અક્ષય ફિલ્મની રિલીઝને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન સુધા કોંગારાએ કર્યું છે. ફિલ્મમાં અક્ષય ઉપરાંત રાધિકા મર્ચન્ટ પણ લીડ રોલમાં છે. સરફિરામાં સીમા બિસ્વાસ, પરેશ રાવલ અને જય ઉપાધ્યાયે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.

અક્ષય વિશેના સમાચારથી તેના ચાહકો પરેશાન છે. દરેક વ્યક્તિ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બોલિવૂડનો ખિલાડી કુમાર ટૂંક સમયમાં કોવિડમાંથી સ્વસ્થ થઈ જશે અને ચાહકોને સારા સમાચાર આપશે. જો કે હજુ સુધી અક્ષયે આ અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.

Most Popular

To Top