Entertainment

અભિનયથી માલામાલ અજય દેવગન અસલ જીવનમાં સંપત્તિથી પણ માલામાલ છે, જાણો તેની સંપત્તિ

મુંબઈ: (Mumbai) દૃશ્યમ-2 થી ફરીએક વાર ચર્ચામાં આવેલા અજય દેવગને (Ajay Devgan) ફિલ્મમાં પોતાની અદાકારીથી ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો (Film Industries) બેસ્ટ એકટર છે. અજય પોતાના અભિયન ઉપરાંત પોતાના શોખ અને સંપતિ માટે પણ ખૂબજ જાણીતો છે. બોલિવૂડમાં (Bollywood) એવા ઘણા ઓછા લોકો છે જેમની પાસે પોતાનું પ્રાઈવેટ જેટ (Privet Jet) છે. અજય દેવગન તેમાનો એક અભિનેતા અને નિર્માતા છે. વર્ષ 2010માં અજયે હોકર 800 નામનું જેટ ખરીદ્યું હતુ. આ જેટની કિંમત લગભગ 84 કરોડ રૂપિયા છે. અજય આ જેટમાં પોતાની ફેમિલી સાથે ફરવા જાય છે. તો ઘણીવાર તે શૂટિંગ્સ અને ફિલ્મ (Film) પ્રમોશનમાં પણ આ જેટનો ઉપયોગ કરે છે.

આમતો તેનું નામ વિશાલ વિરૂ દેવગન હતું પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અભિનયન જાદૂ પાથરતા પહેલા તેણે પોતાનું નામ અજય રાખી લીધું. આ અભિનેતાએ 22 વર્ષની ઉંમરે ‘ફૂલ ઔર કાંટે’થી બોલિવૂડમાં એક્શન હીરો તરીકે એન્ટ્રી કરી હતી. તે સમયે અજયના પિતા વીરુ દેવગન જાણીતા સ્ટંટ આર્ટીસ્ટ અને તેના માતા વીણા દેવગન ફિલ્મ નિર્માતા હતા. અજય પોતે પણ શરૂઆતથી જ ફિલ્મ નિર્માતા બનવા માંગતો હતો. જોકે અભિનયમાં પણ તેએ કમાલ કરી છે. શ્રેષ્ઠ અભિનય માટે તે બે વખત નેશનલ એવોર્ડ જીતી ચૂક્યો છે.

અભિનયની સાથે સાથે અજય દેવગન તેની સંપત્તિ માટે પણ જાણીતો છે. અજય દેવગનની કુલ સંપત્તિ 500 કરોડથી પણ વધુ છે. અજય મુંબઈના જુહૂ સ્થિત જે બંગલામાં રહે છે તે બંગલાની કિંમત 30 કરોડ રૂપિયા છે. અજયન લંડનમાં પણ સંપત્તિ ધરાવે છે. લગભગ 55 કરોડ રૂપિયની કિંમતનો બંગલો લંડનના પાર્કલેનમાં આવેલો છે. લક્ઝરી કારના શોખીન અજય પાસે એક રોલ્સ રોયસ કલિનન પણ છે જેની કિંમત તે લગભગ 6.95 કરોડ છે. આ સિવાય તેની પાસે રેન્જ રોવર વોગ છે જેની કિંમત રુ. 2.7 કરોડ છે. ઉપરાંત અજય પાસે મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ છે જેની કિંમત 1.4 કરોડ છે.

અજય દેવગનનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે જેનું નામ અજય દેવગન ફિલ્મ્સ.. છે. આ પ્રોડક્શન કંપનીએ ટોટલ ધમાલ, બોલ બચ્ચન, તાનાજી, ત્રિભંગા જેવી ઘણી ફિલ્મો બનાવી છે. અજયે સોલાર પાવર પ્લાન્ટમાં પણ રોકાણ કર્યું છે. અજયે રોઝા ગ્રુપ અને ચારનાકા સાથે ગુજરાતમાં 25 મેગાવોટનો સોલાર પ્લાન્ટ સ્થાપ્યો છે. જણાવી દઈએ કે અજય દેવગનની બોલીવુડના સૌથી મોંઘા અભિનેતાઓમાં ગણના થાય છે. ગંગુબાઈ કાઠિયાવાડી અને RRR ફિલ્મમાં નાનકડી ભૂમિકા માટે કરોડો રૂપિયા ફી લીધી હતી. કહેવાય છે કે ગંગુબાઈ કાઠિયાવાડી માટે તેણે 11 કરોડ અને RRR માટે 25 કરોડ રૂપિયા ફી લીધી હતી.

Most Popular

To Top