Entertainment

ડિવોર્સના ન્યુઝ વચ્ચે ઐશ્વર્યા-અભિષેક સાથે દેખાયા, બંનેના ફોટા વાયરલ

મુંબઈઃ છેલ્લાં કેટલાંક સમયથી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના ડિવોર્સની અફવા ઉઠી રહી છે. મનોરંજન ઉદ્યોગમાં એવી ચર્ચા ચાલી રહી છે કે દંપતીના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. જોકે, અભિષેક અને ઐશ્વર્યા તરફથી આ મુદ્દે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ બહાર આવ્યું નથી. દરમિયાન લાંબા સમય બાદ બંનેની તસવીરો સામે આવી છે.

ફોટોમાં દંપતી ખુશ દેખાઈ રહ્યું છે. ખરેખર ઐશ્વર્યા અને અભિષેક પ્રોડ્યુસર અનુ રંજનની એક ઈવેન્ટમાં પહોંચ્યા હતા. આ ઈવેન્ટના ફોટોમાં ઐશ્વર્યા અને અભિષેક એકસાથે જોવા મળી રહ્યાં છે.

દરમિયાન અભિનેત્રી આયશા ઝુલ્કાએ ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા પોસ્ટ કર્યા હતા, તેમાં ઐશ્વર્યા અને અભિષેક સાથે નજરે પડી રહ્યાં છે. કોઈક ફોટામાં બંને સાથે ઉભા છે તો કેટલાંક ફોટામાં ઐશ્વર્યા સેલ્ફી લેતી તો અભિષેક પોઝ આપતો દેખાય છે.

ફેન્સ ખુશ થયા
લાંબા સમય બાદ અભિષેક-ઐશ્વર્યાની તસવીરો જોવા મળતા તેમના ચાહકો ખુશ થયા છે. બંનેની તસવીરો જોઈ ફેન્સ ખુશીથી ઝુમી ઉઠ્યા છે. ફેન્સે સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. કોઈકે લખ્યું આપને તો સબકા માઈન્ડ સેટ હી ચેન્જ કર દીયા. બીજાએ લખ્યું સારી ફેક અફવાઓ કો બંધ કર દીયા આપને.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં ઐશ્વર્યા એક ઈવેન્ટમાં પહોંચી ત્યારે ડિસ્પ્લે તેના નામમાંથી બચ્ચન અટક ગાયબ હતી. તે જોઈ લોકોએ અટકળો લગાવી હતી કે અભિષેક-ઐશ્વર્યાના ડિવોર્સ થઈ ગયા છે. કારણ કે છેલ્લાં લાંબા સમયથી કોઈ પણ ઈવેન્ટમાં દંપતી સાથે જોવા મળ્યું નહોતું. સોશિયલ મીડિયામાં ઐશ્વર્યાની પોસ્ટમાંથી અભિષેક ગાયબ હતો.

Most Popular

To Top