નવી દિલ્હી: 26 નવેમ્બરના રોજ ન્યૂયોર્ક થી દિલ્હી (Delhi) આવી રહેલી એર ઈન્ડિયા (Air India) ફલાઈટમાંથી એક શર્મનાક કિસ્સો સામે આવ્યો હતો. જણાવી દઈએ કે 26 નવેમ્બરના રોજ બિઝનેસ કલાસમાં સફર કરી રહેલી એક આધેડ ઉંમરની મહિલા ઉપર નશો કરેલા શંકર મિશ્રાએ તેઓની સીટ ઉપર જઈ પેશાબ કર્યો હતો. આ મામલા પછી મહિલાએ પોતાની ફરિયાદ નોંધાવી હતી જેને ધ્યાનમાં લઈ ટાટા સમૂદાયના ઉપરી અધિકારીએ પોલીસ (Police) માં આ ધટના અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.
જણાવી દઈએ કે આ ધટનાના આરોપી શંકર મિશ્રાની મુશ્કેલીઓ વધી ગઈ છે. તે જે કંપનીમાં નોકરી કરી રહ્યા હતા તે કંપની વેલ્સ ફાર્ગોએ તેઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. કંપનીએ એક નિવેદન પણ જાહેર કર્યું છે કે જેમાં તેઓ જણાવે છે કે અમે અમારા કર્મચારીઓ સાથે સારા વ્યવહારની આશા રાખીએ છીએ. અમારી કંપનીના આ કર્મચારી ઉપર લાગેલો આ આરોપ અમને ખૂબ જ હેરાન કરી રહ્યો છે. જેના કારણે અમે આ કર્મચારીને અમારી કંપનીમાંથી કાઢી રહ્યાં છે. આ સાથે આ ધટનાની તપાસમાં અમે તમામ રીતે સહયોગ આપીશું.
જણાવી દઈએ કે એર ઈન્ડિયાની ફલાઈટમાં આવી હરકત કરનાર આરોપી શંકર મિશ્રા હાલ ફરાર છે. તેની સામે લુકઆઉટ નોટિલ ફટકારવામાં આવી હતી. દિલ્હી પોલીસે પણ તેની શોધ માટે ધણી ટીમ મુંબઈ મોકલી હતી. જો કે શંકર મિશ્રાનું છેલ્લું લોકેશન બેંગલોરમાં મળ્યું હતું ત્યાર પછી તેનો ફોન સ્વીચઓફ બતાવવામાં આવ્યો હતો. પોલીસે જાણકારી આપી છે કે શંકર મિશ્રાનો પરિવાર તેની ધરપકડ માટે સહયોગ આપી રહી નથી. આ સાથે શંકર મિશ્રા પણ ધરકડકથી દૂર ભાગી રહ્યો છે.
જણાવી દઈએ કે શંકર મિશ્રા વેલ્સ ફાર્ગો કંપનીમાં વાઈસ પ્રેસિડન્ટની પોસ્ટ ઉપર પોતાની ફરજ બજાવી રહ્યાં હતા. આ કંપની અમેરિકાની એક મલ્ટીનેશનલ ફાઈનાન્શિયલ સર્વિલ ર્કોપોરેશન સાથે જોડાયેલી કંપની છે. આ સાથે આ ધટના પછી એર ઈન્ડિયાએ પણ 30 દિવસ સુધી શંકર મિશ્રા ઉપર હવાઈ મુસાફરી ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.