સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશનની (Police Station) હદ વિસ્તારમાં અજાણ્યા બાળકની (Child) લાશ મળી છે. ડાંગ જિલ્લાનાં ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, આહવા પોલીસ સ્ટેશનનાં કાર્ય વિસ્તારમાં આવતા આહવા જંગલ (Jungle) નાકાથી આગળ વઘઇ જતાં રોડની બાજુમાં સ્મશાન નજીક ઉતરતા ઢોળાવની ઝાડીઓમાં બિન વારસી બાળકની લાશ મળી આવી છે. 16 માર્ચના રોજ સવારે 11:45 વાગ્યાના સુમારે એક 10થી 14 વર્ષનું અજાણ્યું બાળક, જેનો બાંધો પાતળો, ઉંચાઇ 5*4 ફુટ, રંગે ઘઉં વર્ણનો મળી આવ્યો છે.
જેના શરીરે પીળા ભુરા રંગની ટુંકી બાઇની ડીઝાઇન વાળુ ટી-શર્ટ અને કમરે આછા ગુલાબી રંગના ટુંકો ચડ્ડો પહેરેલ છે. ડી-ક્મપોઝ હાલતમાં મળી આવેલ આ વર્ણનવાળું બાળકની આપના શહેર તથા જિલ્લા વિસ્તારમાં ગુમ થયેલ હોય તો રેક્ડ ઉપર ખાતરી કરી સત્વરે પોલીસ કન્ટ્રોલ રૂમ.નં. 02631- 220322/220658 અને વઘઇ પોલીસ સ્ટેશન નં. 02631- 246233 ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.
સાપુતારા ઘાટમાં પાવડરનો જથ્થો ભરેલી ટ્રક પલટી
સાપુતારા : રાજસ્થાનથી પાવડરનો જથ્થો ભરી મહારાષ્ટ્રનાં પુણે તરફ જઈ રહેલી ટ્રક નં. આર.જે.27.જી.સી.1837 જે સાપુતારાથી વઘઇને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં ચીખલદા નાનાપાડા ગામ નજીક ચાલક દ્વારા સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટ્રક સહિત પાવડરનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરને શરીરનાં ભાગે નાની મોટી ઇજાઓ પહોચતા તેઓને તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની સાકરપાતળ પી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.