અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ સહિત રાજ્યભરમાં સંખ્યાબંધ બાળકો- સહિત અન્ય લોકો ગુમ થવાની ફરિયાદ પોલીસ મથકમાં (Police Station) નોંધાતી હોય છે. સીઆઇડી ક્રાઇમના મિસિંગ (Missing) સેલ દ્વારા અમદાવાદ શહેરના 18 પોલીસ (Police) સ્ટેશન વિસ્તારમાંથી વર્ષ 2007થી અત્યાર સુધી ગુમ થયેલા લોકોને શોધવા માટે હાથ ધરાયેલા ખાસ અભિયાનમાં છેલ્લા પાંચ દિવસમાં 151 લોકોને શોધી કાઢવામાં આવ્યા હતા.
સીઆઇડી ક્રાઇમના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીઆઈડી ક્રાઈમની મિસિંગ સેલ તથા શહેર પોલીસની સંયુક્ત ટીમો બનાવી 25થી 30ઓકટોબર દરમિયાન ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. જેમાં શહેરના 18 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ 1,728 લોકો 2007થી અત્યાર સુધી ગુમ થયેલા છે. તે પૈકીના 151 લોકોને પાંચ દિવસમાં શોધી કાઢવામાં આવ્યા હતાં. .25 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી ચાલેલી આ ડ્રાઈવ માં પોલીસે 151 લોકોને શોધ્યા અને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું.પોલીસ દ્વારા યોજાયેલી આ સ્પેશિયલ ડ્રાઇવ માં 25 જેટલી ટીમ બનાવવામાં આવી હતી.
સીઆઇડી ક્રાઇમની મિસિંગ સેલ દ્વારા એક જ અઠવાડિયાની તપાસમાં પોલીસે 18 વર્ષ સુધીના 10 બાળકો, 18 થી 40 વર્ષના 112 યુવકો, 40થી 60 વર્ષના 26 લોકો તેમજ 60 વર્ષથી વધુના લોકોને શોધવામાં આવ્યા હતાં. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સૌથી વધુ ગુમ થવાના કારણોમાં પ્રેમ લગ્ન અને ઘરે પરત આવ્યા બાદ પણ પોલીસને જાણ ન કરાઈ હતી. 18 થી 40 વર્ષના યુવકો સૌથી વધુ શોધાયા હતા. આવા 112 લોકોને પોલીસે શોધી કાઢ્યા હતા.
ભચાઉના નેર ગામમાં અનુસૂચિત જાતિના લોકોને મંદિરમાં પ્રવેશતા અટકાવનાર સાત સામે ગુનો
ગાંધીનગર : કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગામે અનુસૂચિત જાતિના લોકો પર મંદિર પ્રવેશ બાબતે કરાયેલા અત્યાચારની ઘટનામાં જે ૬ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને સારવાર હેઠળ છે. તેમને નિયમાનુસાર કુલ ર૧ લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવાની કામગીરી હાથ ધરાઇ રહી છે.
સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદિપ પરમારે જણાવ્યું હતું કે, કચ્છની આ ઘટનાની જાણ થતાં જ સત્વરે જરૂરી પગલાં લેવા અને આ ઘટનામાં સંડોવાયેલાઓ પર કડક કાનૂની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. આ અંગે કચ્છ જિલ્લા તંત્ર અને જિલ્લા પોલીસે ત્વરિત એકશન લઇને ૭ વ્યક્તિઓની અટકાયત કરી છે, એટલું જ નહીં, તેમની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.